Site icon Revoi.in

જાણો કોઈ પણ જગ્યાએ સતત બેસવું કેટલું હાનિકારક,જો તમે પણ આમ કરો છો તો નોતરી રહ્યા છો અનેક બીમારી

Social Share

સામાન્ય રીતે આજકાલની લાઈફમાં ઓફીસ કામ કરતા લોકો વધુ પ્રમાણ બેસી રહેતા હોય છે,અને તેના કરાણએ મેદસ્વીતાથી લઈને અનેક બીમારીઓ આવતી હોય છે એક જગ્યા પર સતત બેસી રહેવાથી આપણા આરોગ્ય પર માઠી અસર પડતી હોય છે.

ઓફિસમાં કામના વધુ દબાણને કારણે લોકો તેમના ટાર્ગેટને પૂરા કરવા માટે કલાકો સુધી એક જ જગ્યાએ કામ કરતા રહે છે. આમ કરવાથી કામ તો પૂર્ણ થઈ જાય છે પરંતુ તેની તમારા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે.તો ચાલો જાણીએ સતત બેસી રહેવાથઈ કેટલી બીમારીઓ થાય છે

 શરીરમાં દુખાવો રહે છે

સતત બેસી રહેવાથી કમરમાં દુખાવાની સાથે પગમાં ખાલી આવવી, હાથ પગ દુખવા શરીર દુખવા જેવી ફરીયાદ રહે છે

હૃદયને નુકસાન થાય છે

કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી શરીર સક્રિય નથી રહેતું, તેનાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં તેનાથી સંબંધિત રોગો થવાનું જોખમ વધી જાય છે.

ડાયાબિટીસનું જોખમ વધે છે

સતત બેસી રહેવાને કારણે લોહીમાંથી ખૂબ જ ઓછું ગ્લુકોઝ નીકળે છે, જેનાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.આ સાથે જ કોલેસ્ટ્રોલનું જોખમ પમ વધી જાય છે.

 વજન વધવાની સમસ્યા સર્જાય છે

આખો દિવસ બેસી રહેવાને કારણે શરીર વધુ કેલરી બર્ન કરી શકતું નથી અને આવી સ્થિતિમાં તમારું વજન વધવાની શક્યતા રહેલી છે. આટલું જ નહીં, લાંબો સમય બેસી રહેવાથી ઇન્સ્યુલિન હોર્મોનની લોહીમાંથી ગ્લુકોઝને કોષોમાં ખસેડવાની ક્ષમતા ઘટી જાય છે અને ગ્લુકોઝ લોહીમાં રહે છે જે મેદસ્વિતાનું કારણ બને છે.

હાડકાઓ કમજોર પડે છે

આખો દિવસ બેસી રહેવાથી અને હલનચલન ન કરવાથી તમારા હાડકાં અને સાંધાઓ પર ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી હાડકાની ઘનતા ઓછી થાય છે અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. આ સાથે, હાડકાંની વૃદ્ધિ અટકી જાય છે, જેનાથી ઑસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે.

કેંસરની સમસ્યાનું જોખમ વધે છે

 લાંબા સમય સુધી બેસી રહેવાની આદતથી કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. જો કોઈ વ્યક્તિ લાંબો સમય બેસી રહે અને દિવસભર કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ જેમ કે કસરત, નૃત્ય, રમતગમત વગેરે ન કરે તો તેના માટે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, કેન્સર અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે.