Site icon Revoi.in

જાણો ભારતમાં કેન્સરના દર્દીઓ સ્થિતિ કેવી? – દર કલાકે 159 લોકો ગુમાવે છે જીવ

Social Share

દિલ્હીઃ- ભારતમાં ગુટખા અને પાનમસાલાનું સેવન ખૂબ વધુ થાય છે આ વાતને નકારી ન શકાય ત્યારે તેની સામે જ કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે,એક રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે દેશમાં દર કલાકે 159 લોકોના મોત થઈ રહ્યા છે.

હાલ દેશમાં કેન્સરની સ્થિતિ ખરાબ જોવા મળે છે તેમ કહીએ તો ખોટૂ નથી, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કેન્સર ટેસ્ટિંગ સેન્ટરો દ્વારા છેલ્લા આઠ વર્ષમાં આ બીમારીથી સંબંધિત લગભગ 30 કરોડ ગંભીર કેસ સામે આવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડૉ. ભારતી પવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યું કે, નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ મુજબ વર્ષ 2020માં લગભગ 14 લાખ લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યા હતા. તેના દર્દીઓની સંખ્યામાં દર વર્ષે 12.8 ટકાનો વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, વર્ષ 2025માં આ રોગ 15,69,793 લોકોના જીવ લેશે. કેન્સર સ્ક્રીનીંગ કેન્દ્રો દ્વારા મોઢાના કેન્સરના 16 કરોડ કેસ, સ્તન કેન્સરના 8 કરોડ અને સર્વાઇકલ કેન્સરના 5.53 કરોડ કેસ શોધી કાઢવામાં આવ્યા છે..

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, હાલમાં વિશ્વના કેન્સરના 20 ટકા દર્દીઓ ભારતના છે. દર વર્ષે આ રોગને કારણે 75,000 લોકો મૃત્યુ પામે છે. જંતુનાશકોના વ્યાપક ઉપયોગ, અનિયમિત દિનચર્યા, ધૂમ્રપાન અને ગુટકા-તમાકુના વધતા વપરાશને કારણે આ રોગની સંખ્યા સતત વધી રહી છે. સરકાર આ રોગની વધતી સંખ્યાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ માટે સરકાર આગામી ત્રણ વર્ષમાં 15 લાખ આરોગ્ય કેન્દ્રો સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે.