- દિલ્હીમાં ફડાકટા ફોડવા પર પ્રતિબંઝ
- ઉત્તરપ્રદેશ એનસીઆરમાં પણ ફટાકડા નહી ફોડી શકાય
- હરિયાણામાં માત્ર ગ્રીન ફટાડકાને મંજૂરી
દિલ્હીઃ- દિવાળઈને હવે માત્ર 2 જ દજિવસ બાકી રહ્યા છે ત્યારે દિલ્હીમાં ફટાકડાને લઈને પ્રતિબંધ જાહેર કર્યા બાદ ઉત્તરપ્રદેશ એનસીઆરમાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે,જ્યારે દેશના કેટલાકા રાજ્યોમાં માત્ર ગ્રીન ફટાકડા ફોડવાને મંજૂરી અપાઈ છે તો વળી કેટલાક રાજ્યોમાં એમૂક કલાક જ ફટાકડા ફોડી શકાશે.
ઉલ્લેખનીય છે કે દિવાળી પછી વધતા પ્રદૂષણને લઈને સરકાર આ વખતે સંપૂર્ણ કડક વલણ અપનાવી રહી છે. આ સંદર્ભે, રાજ્ય સરકારોએ ઘણા કડક નિયમો લાગુ કર્યા છે. જ્યાં દિલ્હી સરકારે અને ઉત્તર પ્રદેશ સરકારે NCRમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
દિલ્હી
દિલ્હી સરકાર ફટાકડાને લઈને સખ્છેત વલણ અપનીવતા 1 જાન્યુઆરી, 2023 સુધી તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. દિલ્હીમાં ફટાકડા ફોડતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને 6 મહિનાની જેલ અને 200 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ઉત્તરપ્રદેશ
આજ રીતે દિલ્હીના તર્જ પર ઉત્તર પ્રદેશ સરકારે NCR સહિત ઘણા જિલ્લાઓમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે 27 શહેરોમાં ગ્રીન ફટાકડા 2 કલાક સુધી ફોડવાનો નિયમ લાગૂ કર્યો છે.
છત્તરીસગઢ
છત્તીસગઢ સરકારે દિવાળી અને છઠ પૂજાના અવસર પર 2-2 કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. દિવાળી પર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે જ્યારે છઠ પૂજા પર સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી.
તમિલનાડુ
આ સાથે જ તમિલનાડુમાં પણ ફટાકડાને લઈને નિયમ લાગૂ કરાયો છે અહી તો સવારે 6 થી 7 વાગ્યા સુધી અને સાંજે 7 થી 8 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકો છો.
કોલકાતા
જો પશ્વિમ બંગાળની રાજધાની કોલકાતાની વાત કરીએ તો અહીં ગ્રીન ફટાકડા સિવાય તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પંજાબ
પંજાબ રાજ્ય વિશે જણાવીએ તો અહીં દિવાળીના દિવસે માત્ર 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે. પંજાબમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે પંજાબમાં પણ પરાળઈ બાળવાના કારણે હવાની ગુણવત્તા બગડતી હોય છે જેથી દિવાળઈ પહેલા જ સરકાર સખ્ત બની છે