Site icon Revoi.in

અમેરિકામાં પ્રવાસી ભારતીયોને પીએમ મોદીએ કર્યા સંબોધિત, જાણો તેમના સંબોધનની કેટલીક ખાસ વાતો

Social Share

 

દિલ્હીઃ- પીએમ મોદીનો અમેરિકાનો 4 દિવસનો પ્રવાસ આજે પૂર્ણ થઈ ચૂક્યો છે અને તેઓ ઈજિપ્તની મુલાકાતે જવા માટે રવાના પણ થઈ ચૂક્યા છે ત્યારે અમેરિકાના સમય પ્રમાણે શુક્રવારની બપોરે તેમણે પ્રવાસી ભારતીયો ને સંબોધિત કર્યા હતા જ્યાં તેમણે ભારતની ઉપલબ્ધિો ગણાવી હતી .

પ્રાપ્ત વિગત પ્રમાણે  વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે વિદેશી ભારતીયોને સંબોધિત કર્યા હતા. યુએસ-ઈન્ડિયા કોમ્યુનિટી ફાઉન્ડેશનના પ્રમુખ ડો. ભરત બારાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ભારતની વૃદ્ધિ વાર્તામાં ડાયસ્પોરાની ભૂમિકા’ વિષય પર ડાયસ્પોરાને સંબોધિત કર્યું છે.

લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ પછી એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત ગાયું હતું. શરુઆતમાં પીએમ  મોદીએ કહ્યું કે અહીં હું ભારતના દરેક ખૂણેથી આવેલા લોકોને જોઈ શકું છું. એવું લાગે છે કે મિની ઇન્ડિયા અહી જ આવ્યું છે. અમેરિકામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું સુંદર ચિત્ર બતાવવા બદલ હું તમને અભિનંદન આપું છું.

પીએમ મોદીના આ કાર્યક્રમમાં 600 થી વધુ લોકો ભાગ લીઘો હતો અને લગભગ 350 લોકો PM મોદીનું ભાષણ મોટી સ્ક્રીન પર સાંભળ્યું હતું પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે તેઓ અમેરિકાની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમે બધા અમેરિકાની વિકાસયાત્રાના મજબૂત આધારસ્તંભ છો. ભલે તમે ધારાશાસ્ત્રી હોય, બિઝનેસ લીડર હોય, ડૉક્ટર હો, એન્જિનિયર હોય કે વિજ્ઞાની હોવ – તમે બધાએ અમેરિકાને આ ઊંચાઈ પર પહોંચાડવા માટે સખત મહેનત કરી છે. તમે અમેરિકન સ્વપ્નનો ભાગ છો.

આ સાથે જ વિઝાને લઈને પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર  રહેતી નથી. વધુમાં તેમણે કહ્યું- જેમ જમ્યા પછી સ્વીટ ડિશ મળે છે, તેવી જ રીતે તમારી સાથે વાતચીત એક સ્વીટ ડિશ જેવી રહી, જે હું જે જમીને જઈ રહ્યો છું.ભારત લોકશાહીની માતા છે અને અમેરિકા આધુનિક લોકશાહીનું ચેમ્પિયન છે. આજે, વિશ્વ બે મહાન લોકશાહીની ભાગીદારીને વધુ મજબૂત થતી જોઈ રહ્યું છે.

પોતાના સંબોધનને આગળ વધારતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત-અમેરિકાની ભાગીદારી સુવિધા માટે નથી, પરંતુ એક શ્રેષ્ઠ વિશ્વ માટે છે. આ સહીત કહ્યું કે ભારત-અમેરિકાના સંકલ્પમાં 21મી સદીનું ભાગ્ય બદલવાની ક્ષમતા છે. હું તમને ભારતના ભવિષ્યની યાત્રામાં મારી સાથે જોડાવા આમંત્રણ આપું છું. ચાલો આપણે   એક સારા વિશ્વ, સારા ભવિષ્ય માટે એક સાથે આવીએ.