જાણો એવી નાના બાળકોની વસ્તુઓ જે આપણે પણ વાપરી શકીએ છે ,તેના ઉપયોગથી થાય છે ફાયદા
- નાના બેબીની પ્રોડક્ટ મોટા માટે પણ સારી
- ઓઈલથી લઈને પાવડર સ્કિનને સારી બનાવામાં મદદરુપ
સામાન્ય રીતે નાના બાળકોના તેલ ,પાવડરનો ઉપયોગ ઘણા મોટા લોકો પણ કરતા હોય છેૈ, આજે એજ વાત કરીશું કે બાળકોની એવી પ્રોડક્ટ પણ હોય છે જે વડિલો પણ ઉપયોગ કરે છે અને તેના ઉપયોગ સ્કિન પર નહી પરંતુ અનેક વસ્તુઓ સાફ કરવામાં થાય છે.
બેબી પ્રોડક્ટ્સ ત્વચા સિવાય ઘણી સમસ્યાઓને સુધારવામાં મદદ કરી શકે છે. બાળકોની ત્વચા પુખ્ત વયના લોકો કરતાં નરમ અને વધુ નાજુક હોય છે, તેથી આ ઉત્પાદનો પુખ્ત વયના લોકો માટે વધુ ઉપયોગી નથી, પરંતુ આ ઉત્પાદનોનો ઉપયોગ પગરખાંની સફાઈથી લઈને કોણીને પોલિશ કરવા સુધીની દરેક વસ્તુ માટે કરી શકાય છે.
વાઈપ્સ
ભીના વાઇપ્સનો ઉપયોગ માત્ર ગંદા ડાયપર બદલવા કરતાં વધુ માટે કરી શકાય છે. બેબી વાઇપ્સમાં કેમિકલની માત્રા ઓછી હોય છે, જેનો ઉપયોગ મહિલાઓ મેકઅપ રિમૂવ માટે પણ કરી શકે છે. આ સાથએ જ બૂટ સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
બેબી ઓઈલ
બેબી ઓઈલથી તમે પગની એળી પર મસાજ કરી શકો છો, અથવા તો દરવાજાના આગળાઓ જામ થઈ ગયા હોય તેમાં પણ લગાવી શકો છઓ જેથી આગળઓ સોફ્ટ રીતે ખૂલી જાય.
બેબી પાવડર
બેબી પાવડરનો ઉપયોગ ઈજા થઈ હોય તેમાં પણ કરી શકો છો આ સાથે જ તમે આ પાવડરને કેરેમ રમવા વખતે કેરમ પર લગાવામાં કરી શકો છો. સાથે જ જો કોઈ કપડા પર તેલ ઢાળાયું હોય તો બેબી પાવડર નાખીને મસળીને કાપડમાંથી તેલનો ડાઘ છોડાવી શકો છો.
બેબી માલિશ ઓઈલ
નાના બેબીને જે ઓઈલથી માલિશ કરવામાં આવે તો તે ઓઈલ જ્યારે વધી જાય ત્યારે તેને તમે કપડા સીવવાના મશીનમાં ઓઈલિંગ કરવા માટે કરી શકો છો. આ સાથએ જ પંખામાંથી અવાજ આવતો હોય તે અવાજને આ ઓઈલ લગાવીને બંદ કરી શકાય છે.