Site icon Revoi.in

જાણો આ લીલાં ઘાસની પેસ્ટ માં મધ અને એલોવેરા જેલ ઉમેરીને ચેહરા પર લગાવવા ના ફાયદાઓ

Social Share

શિયાળાની ઋતુમાં ત્વચાની સમસ્યા લોકોને હેરાન કરી નાખે છે. એવામાં તમને કેમિકલ ફ્રિ વસ્તુઓની મદદથી ત્વચાની સંભાળ કરો તો મુશ્કેલીઓ દૂર થાય.

હળદર સાથે– જો તમે લેમન ઘાસને પીસીને અને તેમાં હળદર ઉમેરી પેસ્ટ બનાવીલો, આ ત્વચા પર તેજ લાવવા, બળતરા દૂર કરવા અને રેડિએંટ અસર લાવવા મદદ કરે છે.

મધ સાથે- જો તમે લેમન ઘાસ અર્કને મધમાં ઉમેરી મોઢા પર લગાવવાથી મુખ પર નીસરતા, શુષ્કતા દુર થશે અને મુખ પર તરત જ ચમક આવશે.

દહી સાથે- જો તમે એક ચમચી દહીમાં લેમન ઘાસને મિશ્રણ કરીને પેસ્ટ બનાવી લો અને ફેશપેકની જેમ ઊપયોગ કરશો, તો તેનાથી ત્વચાના છિદ્રોને સંકોચવા માટે અને ત્વચાની રચનાને સરળ બનાવવામાં મદદ કરશે.

એલોવેરા સાથે– જો મુખ પર બળતરા થાય છે અને ફોલ્લીઓ કે ખીલની સમસ્યા છે તો તમે કુંવરપાઠાનું જેલ લઈ તેમાં લેમન ઘાસનું મિશ્રણ કરી પેસ્ટ બનાવો અને તેને મુખ પર લગાવો, આનાથી ફાયદો થશે.

કાકડી સાથે– મુખ માટે જો તમે કોઈ હાઈડ્રેટેડ ફેશ પૈક શોધી રહ્યા છો તો તમે કાકડી અને લેમન ઘાસને એકસાથે પીસી અને તેના રસને મુખ પર લગાવો.

મુલ્તાની માટી સાથે- ત્વચાને ડીટોક્સીફાઈ કરવી હોય તો તમે મુલ્તાની માટીમાં ગુલાબ જળ નાખી અને તેમાં લેમન ઘાસનું પેસ્ટ મિશ્રણ કરી ફેશ પૈક બનાવો.

ગ્રીન ટી સાથે– જો તમારે ઘડપણ દૂર કરવું હોય તો લેમન ઘાસ અને ગ્રીન ટી નું મિશ્રણ કરી ફેશ પૈક બનાવી અને મુખ પર લગાવો, તમને અદભુત લાભ મળશે.