Site icon Revoi.in

મિનરલ્સ થી ભરપુર5 એવાકાડો ખાવાના ફાયદાઓ જાણો

Social Share

દરેક ફળ અને શાકભાજી આપણા શરીરમાં પુરતા વિટામિન્સ, મિનરલ્સ જેવા પોશક તત્વો પુરા પાડ છે, દરેક બીમારીમાં ડોક્ટર પુષ્કર પ્રમાણમાં ફળો તથા શાકભાજી ખાવાની સલાહ આપતા હોય છે, ત્યારે આજે વાત કરીશું એવોકેડા ફળની ,આ ઈગ્લિશ નામ છે,ગુજરાતીમાં પણ આજ નામે ઓળખાય છે.આ ફળ અનેક રીતે ગુણકારી છે તેમાં વિટામીન એ, ડી, કે અને ઈ ધરાવે છે. આ સિવાય આ ફળમાં ફાઈબર પણ ભરપુર માત્રામાં હોય છે.આ સાથે તેઓ પોટેશિયમનો મોટો સ્ત્રોત છે

એવોકાડો ખાવાથી થતા ફાયદાઓ

તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર મેળવવું પાચન તંત્રના સ્વાસ્થ્ય માટે જરૂરી છે કારણ કે તે તંદુરસ્ત બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે.

આંખોને લગતી સમસ્યાને જૂર કરે છે ખાસ કરીને આંખોની રોશની ઓછી થવા લાગે ત્યારે ઘણી વખત આંખોની આ બીમારીઓ મોતિયાનું કારણ બની જાય છે. મોતિયો એક ગંભીર બીમારી છે, જે આંખોમાં ઓપરેશન કર્યા બાદ જ ઠીક થાય છે. એવોકેડોમાં એન્ટીઓક્સીડેન્ટ અને કેરોટીનોઈડ તત્વ મળી આવે છે જે આંખોની ઘણા પ્રકારની નુકશાનીને અટકાવે છે

મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યામાં પણ આ ફળ ગુણકારી સાબિત થાય છે, મોઢામાંથી આવનારી દુર્ગંધ આવવાનું કારણ કબજીયાત, પેટના આંતરડામાં સંકોચન, પાણીની ઉણપ, પાયોરિયા, દાંતોને દરરોજ સાફ નહિ કરવાનછે આ તમામ સમસ્યામાં આ ફળ ખૂબ કારગાર સાબિત થાય છે

આ ફળનું સેવન પેટના વિકારોને ઠીક કરે છે. ફાઈબર કબજીયાત અને પેટના વિકારોને ઠીક કરે છે જ્યારે વિટામીન સી દાંત અને પેઢાના વિકારોને દુર કરીને મોઢાની દુર્ગંધ દુર કરે છે.
એવોકાડોસમાં જોવા મળતા વિટામિન્સ, મિનરલ્સ, હેલ્ધી ફેટ્સ અને ફાઈબર બધા જ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને સ્વસ્થ રાખવામાં ભૂમિકા ભજવે છે.

આ ફળનું સેવન હૃદય-રક્ષણાત્મક એચડીએલ કોલેસ્ટ્રોલ વધારવામાં અને ઓક્સિડાઇઝ્ડ એલડીએલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ સાથે જ એવોકાડો-સમૃદ્ધ આહાર હૃદય રોગના જોખમના પરિબળોને સુધારવામાં મદદ કરી શકે છે, જે હૃદય રોગની શરૂઆતને રોકવામાં મદદ કરી શકે છે.

એવોકાડો જૂથમાં વધુ બેક્ટેરિયા ફેકેલિબેક્ટેરિયમ, લેકનોસ્પીરા અને એલિસ્ટાઇપ્સ હતા, જે તમામ બ્યુટીરેટ સહિત શોર્ટ-ચેન ફેટી એસિડ્સ ઉત્પન્ન કરે છે.તેથઈ તે ત્વચા માટે પણ સારુ માનવામાં આવે છે.