Site icon Revoi.in

રોજ બે લવિંગ ખાવાના ફાયદા જાણી લો

Social Share

શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે લોકો અનેક પ્રકારની કસરત કરે છે. લોકો ડાયટથી લઈને યોગા તથા જીમમાં કસરત પણ કહે છે પણ ક્યારેક તેમને જોઈએ તે પ્રમાણે પરિણામ મળતું નથી. પણ જો અન્ય તરફ લવિંગની વાત કરવામાં આવે તો રોજ બે લવિંગ ખાવાના આ ફાયદા થઈ શકે છે.

દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.

જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.