Site icon Revoi.in

ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે ગલગોટાના ફૂલનો કરો ઉપયોગ,જાણો તેના અઢળક ફાયદા

Social Share

ગલગોટાનું ફૂલ ઘરમાં સરળતાથી ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ ઘરને સજાવવા માટે કરવામાં આવે છે. તેની વિશેષ બાબત એ છે કે આ ફૂલ ઘણા દિવસો સુધી તાજું રહે છે અને સુગંધ દૂર થતી નથી.ગલગોટાના ફૂલોનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. તેમાં ઘણા પ્રકારના ગુણ છે. તમે જાણતા નથી કે, ગલગોટાના ફૂલનો ઉપયોગ ચમકતી ત્વચા મેળવવા માટે કરાઈ છે. ગલગોટામાં પ્રાકૃતિક રૂપથી એંટી બેક્ટેરિયલ અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે તમે ત્વચાની સંભાળ માટે ગલગોટાના ફૂલોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.

નેચરલ ટોનરKnow the benefits of galgotha flower, you will be shocked

તમે ગલગોટાના ફૂલનો ઉપયોગ નેચરલ ટોનર તરીકે કરી શકો છો. આ માટે તમારે ગલગોટાના ફૂલોને ગરમ પાણીમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો અને પછી તે જ પાણીથી તમારા ચહેરાને ધોઇ નાખો. આ નેચરલ ટોનર તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. આ સાથે ત્વચાને ગ્લોઈંગ લુક પણ આપે છે. આ ટોનર ત્વચાના ડેડ સેલ્સને દૂર કરવામાં મદદ કરે છે. જો તમે ઇચ્છો, તો તમે તેને રેફ્રિજરેટર પર રાખી શકો છો. તેને લગાવવાથી ત્વચા ફ્રેશ અને ચમકતી દેખાશે.

ફેસ માસ્ક

તમે તેનો ઉપયોગ ફેસ માસ્ક તરીકે પણ કરી શકો છો. તે ફેસ માસ્કને લગાવવાથી તમારી ત્વચા ફલોલેસ દેખાશે. આ ફેસ માસ્કને બનાવવા માટે ગલગોટાના ફૂલને સારી રીતે પીસીને પાવડર બનાવો. આ પેસ્ટમાં એક ચમચી ઓલિવ ઓયલ ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. તમે આ પેસ્ટને બોટલમાં રાખી શકો છો. તમે તેનો ઉપયોગ 4 થી 5 દિવસ માટે કરી શકો છો. આ મિશ્રણનો ઉપયોગ અઠવાડિયામાં 2 દિવસ કરી શકાય છે

ચહેરાને કરો સાફ

ચહેરાને સાફ રાખવા માટે ગલગોટાના ફૂલને પાણીમાં ઉકાળી પી શકો છો. આ માટે આ મિશ્રણને લગભગ 5 મિનિટ માટે ઉકાળો. જ્યારે આ પાણી યોગ્ય રીતે ઠંડુ થઇ જાય, તો પછી તમે તેને ગાળીને પી શકો છો. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને કાઢવાનું કામ કરે છે.