જાણો ગંગા વિલાસ ક્રુઝની ખાસિતયો – વિદેશી પ્રવાસીઓનું બનશે આકર્ષણ
વારાણસીઃ- પીએમ મોદીએ વારાણસી ખાતે આજે વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરી હતી. આ ભવ્ય અને દિવ્ય રિવર ક્રૂઝ સ્વિટ્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ સાથે વારાણસીથી બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ સુધીની લગભગ 3 હજાર 200 કિલોમીટરની સફર માત્ર 51 દિવસમાં પૂર્ણ કરશે.
આ યાત્રામાં 50 પ્રવાસન સ્થળોને 27 નદીઓ સાથે જોડવામાં આવશે. તેનું ફર્નિચર, ક્રોકરી, રંગ અને રૂમની ડિઝાઇન 1960 પછીના ભારતને પ્રતિબિંબિત કરી રહ્યું છે આ ક્રુઝની ડિઝાઈન શાનદાર છે.જે વિદેશી પ્રવનાસીઓનું ખાસ આકર્ષણ બનશે.
જાણો આ ક્રુઝની ખાસિયતો
- સૌ પ્રથમ આ ક્રુઝ આત્મ નિર્ભર ભારતનું બેસ્ટ ઉદાહરણ પુરુ પાડે છે.,જેનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે.
-
આ ક્રૂઝનું ઈન્ટિરિયર દેશની સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેખી વિદેશી પ્રવાસીઓ અહીની સંસ્કૃતિને અનુભવી શકે.
-
આ ક્રુઝના ઈન્ટિરિયરના રંગ શાનદાર આકર્ષક છે જેનો રંગ સફેદ, ગુલાબી, લાલ અને પેસ્ટલ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
-
ગંગા વિલાસ ક્રૂઝની સત્તાવાર સફર સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે, તેમ છતાં આગામી બે વર્ષ માટે ક્રૂઝ માટે બુકિંગ થઈ ચૂક્યા છે.
-
આ ક્રુઝમાં જૂદા જૂદા રાજ્યોમાંથી 40 ક્રૂ મેમ્બર સેવા આપી રહ્યા છે.
-
જો ક્રૂઝની લંબાઈની વાત કરીએ તો તે 62.5 મીટર અને પહોળાઈ 12.8 મીટર છે.
-
આ ક્રુઝમાં પ્રવાસીઓને રહેવા માટે તેમાં કુલ 18 સ્યુટ છે. અહીં 40 સીટર રેસ્ટોરન્ટ, સ્પા રૂમ અને ત્રણ સનડેક પણ છે.
-
આ ક્રૂઝના લક્ઝરી રૂમમાં ટીવી ઉપરાંત પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. કોના રૂમના દરવાજા પર નકશા બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાંથી નદીનો નજારો ખૂબ જ સુંદર છે.
-
આ સહીત પ્રવાસીઓના મનોરજંનની વ્યવસ્થછા રુપે અહીં સંગીતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 32 પ્રવાસીઓ સહિત કુલ 80 મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા છે.
-
આ ક્રૂઝના દરેક રૂમમાં તમામ ભૌતિક સુખ-સુવિધાઓ છે. તેના રૂમમાં ગાદલાથી માંડીને ગોદડાઓ અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા છે. આમાં દેશમાં વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે છે. તેના રૂમમાં વાંચવા માટે એક સ્ટડી ટેબલ છે.
tags:
Ganga Villas Cruise