હાલ ઉનાળો ચાલી રહ્યો છએ આ સિઝનમાં રસદાર જ્યુસી ફળો ખાવાથઈ શરીમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે ત્યારે આજે વાત કરીશું ફાલસાની જે એક નાળું રસદાર ફ્રૂટ છે જે અનેક ગુણોથી ભરપુર છે.ફાલસા એક એવું ફળ છે કે જેને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં આવે છે. આ ફાલસા. મધ્ય ભારતમાં વધુ જોવા મળે છે,જે નાના-નાના બોર જેવો આકાર ધરાવે છે અને સ્વાદ તેનો થોડો ખાટ્ટમીઠો હોય છે
ફાલસા ગરમીમાં લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલટી થવી, ગભરામણ થવી, એકાએક તાવ આવવો, આ બધા લક્ષણોમાં આરામ મળે છે.આ સાથે જ રોજ નાસ્તામાં ફાલસા ખાવાથી ચિડીયાપણું દૂર થાય છે. જો તડકાથી એલર્જી છે જો ફાલસા તેના માટે ખુબ અસરકારક ઈલાજ છે.
આ ફળમાં કેલ્શિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે આ હાડકાંને મજબૂત કરવામાં ઘણું લાભદાયી હોય છેફાલસાના સેવનથી હાડકાંને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ મળે છે અને આ સાથે જ આ હાડકાંના ઘનત્વને પણ વધારે છે.
ફાલસામાં વિટામિન-સી ભરપૂર હોય છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને લોખંડ પણ મળી આવે છે, જેના કારણે તેને સ્વાસ્થ્યનો ખજાનો મનાઈ રહ્યો છે. ખાસ કરીને ફાલસાના સેવનથી પેટના દુખાવો અને સાંધાના દુખાવો મટે છે.ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણા લોકો ફાલસા ખાવાનું પસંદ કરે છે. ફાલસા મુખ્યત્વે ઉનાળામાં જ મળે છે. ફાલસાની તાસીર ઠંડી હોવાને કારણે તે ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.
ચણીબોરની સાઈઝના ફાલસા એન્ટિઓક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ અને આર્યનથી ભરપૂર હોય છે, આ મિનરલ્સને કારણે ફાલસા ગરમીમા લાગતી લૂથી બચાવે છે. ફાલસા ખાવાથી ઉલ્ટી, ગભરામણ, તાવ આ બધી સમસ્યાઓમાં આરામ મળે છે.
ફાલસા ખાસ કરીને એન્ટીઑક્સિડન્ટ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, આયર્નથી ભરપૂર હોય છે.ફાલસામાં આયર્નનું પ્રમાણ સમાયેલું હોય છે, જે એનીમિયાની સારવારમાં મદદરુપ છે. શરદી, ખાંસી અને ગળામાં ખરાશ થતી હોય તેવા લોકોએ પણ ફાલસાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છેફાલસા ફળમાં ફાઇબરનું ભરપૂર પ્રમાણમાં સનાવેશ પામે છે. જેથી તે ખાવાથી પેટ દુખાવાથી રાહત મળે છે