આપણું રાષ્ટ્રીય પ્રતિક છે અશોક સ્તંભ ,જેને આપણે સામાન્ય રીતે ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં ચિત્ર રુપે જોતા આવીએ છીએ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અનાવરણ કર્યું. આ સાથે જ ફરી એકવાર દેશનું રાષ્ટ્રીય પ્રતીક ચર્ચામાં છે. ભારતનો ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ ઇતિહાસ આ પ્રતીક સાથે જોડાયેલો છે.
અશોક સ્તંભ પર 4 સિંહનો આકાર કોતરવામાં આવ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ ચાર સિંહ ચાર દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સિંહોની નીચે બેન્ડ પર, ચારેય દિશામાં વર્તુળો જોવા મળે છે. આ ચક્રોમાં 32 સ્પોક્સ છે જે ધર્મના ચક્રને ફેરવવાનું પ્રતીક માનવામાં આવે છે. સિંહોની ગર્જના કરતી આકૃતિ સતત હિલચાલ અને સક્રિય રહેવાનું પ્રતીક માનવામાં આવે છે.અશોક સ્તંભ બૌધ્ધિ શિલ્પ છે તેમાં ચાર દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહ છે. દરેક સિંહની નીચે ૨૪ આરાવાળું અશોક ચક્ર છે. ચારે ચક્રની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ ચાર શિલ્પો છે.
અશોક સ્તંભનો ઈતિહાસ
આઝાદી પછી સારનાથ અશોક સ્તંભને દેશના રાષ્ટ્રીય પ્રતીક તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો તેની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે. અશોક સ્તંભ ભારતની એકતા, ઓળખ અને પ્રગતિનું પ્રતિક છે. આ લોગો સંબંધિત તમામ મહત્વની બાબતો અહીં જાણો.
સારનાથના અશોક સ્તંભને પ્રતીક બનાવતા પહેલા લાંબી ચર્ચા થઈ હતી અને તેના તમામ પાસાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ તેને અપનાવવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950 ના રોજ તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે માન્યતા આપવામાં આવી હતી.
મહાત્મા બુદ્ધને સારનાથમાં જ્ઞાન મળ્યું હતું અને તેથી સમ્રાટ અશોકે આ સ્થાન પર અશોક સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. આ સિંહ સ્તંભ 300 એડી આસપાસ બાંધવામાં આવ્યો હતો. આ સ્તંભ સ્થાપત્યની સાથે સાથે ભારતીય ઈતિહાસની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે બુદ્ધે વર્ષાવસના અંત પછી સાધુઓને ‘બહુજન હિતાય, બહુજન સુખાય’નો આદેશ આપ્યો હતો. આ સ્થળનું મહત્વ જોઈને સમ્રાટ અશોકે અહીં ગર્જના કરતા 4 સિંહોનું નિર્માણ કરાવ્યું હતું.
ભારતમાં થઈ ગયેલા મૌર્ય વંશના સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે ૩જી સદીમાં ભારતમાં ઘણાં સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા. ૪૦ થી ૫૦ ફૂટ ઊંચા અને લગભગ ૧૦ ટન વજનના આ સ્તંભો હતા. બીજી મહત્વની વાત એ છે કે ૧૦ ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા. હાલમાં ભારતમાં ૧૯ અશોક સ્તંભ જોવા મળે છે.
સારનાથમાં બનેલા અશોક સ્તંભો સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ ઉદાહરણ છે. તેઓ ચુનારના રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. રેતીના પથ્થર પર કારીગરી ખૂબ જ અસરકારક રીતે કોતરવામાં આવી છે. આ આકૃતિ પર ચાર સિંહ બનાવવામાં આવ્યા છે, આ સિંહોના વાળ, સ્નાયુઓ, ગર્જના કરતી ગરદનનો આકાર બધું જ ખૂબ જ કાળજીપૂર્વક અને દરેક પાસાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
તાજેતરમાં પીએમ મોદીએ અશોક સ્તંભ નવા સંસદ ભવનની છત પર અનાવરણ કર્યું હતું જાણો આ સ્તંભની વિશેષતા
- આ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું વજન 9 હજાર 500 કિલોગ્રામનું છે
- જો તેને બનાવાની વાત કરીએ તો તે કાંસાનું બનેલું છે
- આ સ્તંભની ઊંચાઈ સૌથી ઈંચી એટલે કે 6.5 મીટર રાખવામાં આવી છે.
- આ સ્તંભની પહોળાઈ 4.4 મીટર છે
- આ સ્તંભને બનાવવા માટે 9 મહિના જેટલો સમય લાગ્યો છે
- આ સ્તંભ સંસદ ભવનની નવી ઇમારતની છતની મધ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.
- આ સ્તંભને સપોર્ટ માટે 6 હજાર 500 કિલોગ્રામનું સ્ટીલ સ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં
- આવ્યું છે.
- આ થાંભલાના નિર્માણમાં કુલ 8 તબક્કામાં કામ કરવામાં આવ્યું હતું. તે કન્સેપ્ટ સ્કેચ,ક્લે મોડેલિંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ સહિત કુલ 8 રાઉન્ડમાં તૈયાર કરવામાં આવ્યું છે.
- આ અશોક સ્તંભ કુલ 150 ભાગોમાં બાંધવામાં આવ્યો હતો. આને છત પર લઈ જવા બાદ એસેમ્બલ કરવામાં આવ્યા હતા
- એસેમ્બલ કરવાનું કામ એપ્રિલના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બે મહિના જેટલો સમય થયો છે