- કાશીમાં દેવ દિલાળી ધામધૂમ થી મનાવાઈ છે
- જાણો દેવ દિવાળી શા માટે મનાવવામાં આવે છે
દિવાળીનો પર્વ પુરો થઈ ગયાને પણ અઠવાડિયા જેટલો સમય થી ગયો છે ત્યારે હવે દેવ દિવાળઈનો પર્વ આવી રહ્યો છે, દિવાળીનું મહત્વતો મોટા ભાગના લોકો જાણે જ છે પણ આજે દેવ દિવાળી શા માટે મનાવવામાં આવે છએ અને તેનું શું મહત્વ છએ તેપણ જાણીએ.
દેવ દિવાળીનો પ્રવ 8 નવેમ્બર મંગળવારના રોજ આવી રહ્યો છે. પૌરાણિક માન્યતા છે કે દેવતાઓ દિવાળીના દિવસે કાશીની પવિત્ર ભૂમિ પર અવતરે છે અને દિવાળી ઉજવે છે. મુખ્યત્વે દેવ દિવાળી કાશીમાં ગંગા નદીના કિનારે ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે.
કાશી શહેરમાં દેવ દીપાવલીનો એક અલગ જ આનંદ જોવા મળે છે. દરેક જગ્યાએ શણગાર કરવામાં આવે છે અને ગંગા ઘાટ પર દરેક જગ્યાએ માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. આ દિવસે દીવા પ્રગટાવવા, જપ, દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે.
દેવ દિવાળી એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગંગા નદીમાં સ્નાન કર્યા પછી 11 દીવાઓનું દાન કરવું શૂભ મનાઈ છે. પછી નદીના કિનારે સ્થિત મંદિરમાં પૂજા કરીને ઘરે પાછા ફરે છે. ઘરે જઈને મંદિરમાં માતા તુલસીનો વાસણ અને ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છએ તેવું માનવામાં આવે છે.
શા માટે દેવદિવાળી મનાવાઈ છે.
દંતકથા પ્રમાણે, એકવાર ત્રિપુરાસુર રાક્ષસે તેના આતંકથી મનુષ્યો સહિત દેવી-દેવતાઓ અને ઋષિમુનિઓને ત્રાસ આપતાકર હતા, ત્યારે ત્રાસને કારણે દરેક લોકો ખૂબ જ ડરતા હતા. પછી બધા દેવતાઓએ શિવને તે રાક્ષસનો અંત લાવવા વિનંતી કરી. જે પછી ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો. આ ખુશીમાં બધા દેવતાઓ તેનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને શિવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પોતાની નગરી કાશી આવ્યા. કાશીમાં દેવતાઓએ અનેક દીવા પ્રગટાવીને ખુશી મનાવી. ત્યારથી દેવ દિવાળઈનો પર્વ મનાવવામાં આવે છે.