Site icon Revoi.in

જાણો આટલા ફૂલછોડનું મહત્વ, જેને ઘરમાં રોપવામાં આવે છે પ્રાપ્ત થાય છે સુખ અને સમુદ્ધી

Social Share

ફૂલો કોને પસંદ નથી હોતા ,તે સુંગધ તો ફેલાવે છે સાથે જ તેની સુંદરતા મન મોહક હોય છે તો અનેક ફૂલો જૂદા જૂદા ભગવાનને પણ ચઢાવવામાં આવે છએ તો ફૂલો પ્રેમી પંખીડાઓ માટે પ્રેમનું પ્રતિક છે તો શણગાર માટે બેસ્ટ ઓપ્શન છે,ફૂલોના અનેક ઉપયોગ છે,જો કે ઘરમાં ફૂલછોડ રોપવાથી પણ ઘણા ફાયદા થાય છે,ઘાર્મિક રીતે ફૂલછોડને ઘરમાં ઉગાવવામાં આવે તો સુથ સમુદ્ધી અને શઆંતિ પ્રાપ્ત થાય છે.

આ સાથે જ જરેક ફૂલો પોતાના માં જ ખાલ છે તેની સુંગધ ઘરમાં ફેલાવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે તો સાથે ઘરની શોભા તો વધે જ છે.તો ચાલો જાણીએ કયા ઉૂલો ઘરમાં લગાવવામાં આવે છો શુભ ગણાય છે.

ચંપાના ફૂલ – ચંપા ચંપાના ફૂલો આછા પીળા અને સફેદ રંગોમાં આવે છે. તેમની પાસે ખૂબ જ હળવા પરંતુ મીઠી સુગંધ છે. આ ફૂલનો ઉપયોગ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજામાં પણ થાય છે. આ છોડ તમે તમારા ઘરમાં પણ લગાવી શકો છો.

મેરીગોલ્ગડઃ- લગોટાના ફૂલનો ઉપયોગ મોટાભાગે ભારતમાં પૂજા માટે થાય છે. તેમાં ઘણી કળીઓ હોવાને કારણે તેને હજારા પણ કહેવામાં આવે છે. તે ઘણા રંગોમાં આવે છે. આ ફૂલને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે, એટલા માટે તેનો ઉપયોગ ઘર અને મંદિરોને સજાવવા માટે કરવામાં આવે છે. ભગવાનને અર્પણ કરવામાં આવે છે. તમે તેને તમારા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં પણ લગાવી શકો છો.

જાસૂદઃ- જાસૂદ ફૂલ આ લાલ રંગનું ફૂલ ગણેશ અને મા કાલીને ખૂબ જ પ્રિય છે. કહેવાય છે કે જ્યાં પણ આ ફૂલ હોય છે, ત્યાં દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. એટલા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.

મોગરાઃ- મોગરા આ ફૂલમાં ખૂબ જ તીવ્ર સુગંધ હોય છે જે દરેકને મોહિત કરે છે. આ ફૂલના છોડને ઘરમાં લગાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે. તેથી આ છોડને પણ ઘરમાં લગાવવો જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે.