Site icon Revoi.in

ભારતીયોની જીવનશૈલીમાં હળદરના વધુને વધુ ઉપયોગનું જાણો કારણ…

Social Share

શરદી, તાવ અથવા કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી બચવા માટે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. જેથી હળદર દ્વારા આપણા શરીરમાંથી ગંદકી દૂર થવી જોઈએ.

હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-બેક્ટેરિયલ તત્વો હોય છે જે શરીરમાંથી ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. તે ઘણી બીમારીઓથી પણ રાહત અપાવે છે.

હળદરમાં કર્ક્યુમિન જેવું તત્વ હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી શરીરમાં સોજો અને દુખાવો ઓછો થાય છે

ખાસ કરીને મહીલાઓને હળદર ખાવાની વધારે સલાહ આપવામાં આવે છે કેમ કે આજકાલની ખરાબ લાઈસ્ટાઈલ અને ખાનપાન વચ્ચે હળદર જ છે જે મહીલાઓને પીરિયડ્સ સબંધીત સમસ્યાઓ, પીસીઓએસ.પીસીઓડી, હોર્મોનલ ઈન બેલેન્સથી રાહત આપવામાં આવે છે.

થાઇરોઇડ ઓટોઈમ્યૂન વાળી સ્થિતિ છે, તે કોઈપણ સ્ત્રીને થઈ શકે છે. જો તમે થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલ પર કંટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. તેનાથી ઈન્યુનિટી પણ મજબૂત થાય છે.

આજકાલ ઈનફર્ટિલિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં મહિલાઓએ તેમની ડાઈટમાં શક્ય તેટલી હળદરનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને તેમના ઇંડાને નુકસાન થતું અટકાવી શકાય. હળદર ગરમ અસર ધરાવે છે. સ્ત્રીઓના પેલ્વિક વિસ્તારમાં બ્લડ ફ્લો વધે છે.