નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે મોદી સરકારે એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન ગૃહમંત્રાલયે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના ત્રાસવાદી અરબાઝ અહમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ફરમાન ઉપર કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ સહિતના ગુનાઓને અંજામ આપીને લોહીની નદીઓ વહેડાવતા મીર અનેક ગુનામાં વોન્ડેટ છે. સરકાર ઘાટીમાં આતંકવાદને સાફ કરીને શાંતિ સ્થાપવા માંગે છે પરંતુ પાકિસ્તાન મીર જેવા કટ્ટરવાદીઓના સહારે શાંતિમાં ભંગ પાડવાના પ્રયાસો કરી રહ્યું છે.
ભારત સરકારે જૈશ આતંકવાદી અરબાઝ અહેમદ મીરને આતંકવાદી જાહેર કર્યો છે. મીર ઘાટીમાં આતંક ફેલાવીને નિર્દોશ બિનકાશ્મીરીઓ અને હિન્દુઓની હત્યાની ઘટનાને અજામ આપે છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે મીચ કનેકશનનું કામ કામ કરે છે. સરહદ પારથી ગેરકાયદેસર શસ્ત્રો અથવા દારૂગોળો અથવા વિસ્ફોટકોનું પરિવહન કરીને આતંકવાદીઓને સપ્લાય કરે છે. કેન્દ્ર સરકાર માને છે કે મીર આતંકવાદમાં સામેલ છે. આ આતંકવાદી હાલ પાકિસ્તાનમાં જ છુપાયેલો હોવાનું મનાઈ રહ્યું છે.