જાણો આ વર્ષની દિવાળી પર ઘન તેરસની તિથી મહત્વ અને શુભ મહૂર્ત – સોના ચાંદીની પૂજાનું પણ છે ખાસ મહત્વ
- ધન તેરસનું છે ખાસ મહત્વ
- ઘનવંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે
દેશભરમાં ચારે તરફ રોશની રોશની જોવા મળી રહી છે, અનેક મોલ્સ , મંદિરો રંગબેરંગી લાઈટોથી સજાવામાં આવી રહ્યા છે ,દિવાળીનો પર્વ હવે પાસે આવી ગયો છે ત્યારે દિવાળીને લઈને માર્કેટમાં ચારેતરફ ઘૂમ મચી છે,જો કે દિવાળી પહેલા ઘર તરેસનો પર્વ આવે છે આ દિવસનું ઘણું મહત્વ છે,તો ચાલો જાણીએ ઘન તરેસનું મહત્વ.
ધનતેરસના તહેવારને હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. દર વર્ષે ધનતેરસ પર અલગ-અલગ સંયોગ બને છે, તેનું મહત્વ પણ વ્યક્તિના જીવનમાં રહેલું છે.
આ તહેવાર ભગવાન ધન્વંતરિના અવતાર દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ધન્વંતરિજી સમુદ્ર મંથનમાંથી અમૃતના કલશ સાથે બહાર આવ્યા હતા. દર વર્ષે ધનતેરસમાં શુભ મુહૂર્ત કરવામાં આવે છે અને આ દિવસે ખરીદીનું પણ વિશેષ મહત્વ હોય છે.ખાસ કરીને આ દિવસે સોનાની ખરિદી ખરવામાં આવે છે.
આ વર્ષે પણ ધનતેરસ પર શુભ સંયોગ બની રહ્યો છે. આ દિવસ ઘણી રાશિઓ માટે વિવિધ પ્રકારના શુભ સંયોગો પણ લાવશે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર આ વર્ષે ધનતેરસ ક્યારે મનાવવામાં આવશે અને પૂજાનો શુભ સમય કયો છે.ચાલો જાણીએ
.આ વર્ષે શનિદેવ માર્ગી થવાના છે. આ કારણે આ દિવસથી જ ઘણી રાશિના લોકોના જીવનમાં શુભ અને અશુભ ફેરફારો થવાની સંભાવના છે. આ વર્ષે ધનતેરસ પર એવો સંયોગ બન્યો છે કે લોકોને બે દિવસ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ મળશે.
આ વર્ષે ધનતેરસ 22 ઓક્ટોબર, શનિવારે સાંજે 6.03 વાગ્યાથી શરૂ થશે.22 ઓક્ટોબરે કારતક કૃષ્ણ ત્રયોદશીની તિથિ આવી રહી છે, જેને ધનતેરસ કહેવામાં આવે છે.કારતક કૃષ્ણ ત્રયોદશી તિથિ 23 ઓક્ટોબરે સાંજે 6.04 વાગ્યા સુધી પૂરી થાય છે.
ધનત્રયોદશી એટલે કે ધનતેરસ 22 ઓક્ટોબરની સાંજથી બીજા દિવસે 23 ઓક્ટોબરની સાંજ સુધી ઉજવી શકાય છે.પરંતુ જો ઉદયા તિથિનું માનીએ તો આ તહેવાર 23 ઓક્ટોબરે જ ઉજવવો શુભ ગણાશે.
આ દિવસે શું કરવામાં આવે છે જાણો
એક દંતકથા પ્રમાણે સમુદ્ર મંથન દરમિયાન, કારતક કૃષ્ણ ત્રયોદશીના દિવસે, ભગવાન ધન્વંતરી તેમના હાથમાં અમૃતનું પાત્ર લઈને પ્રગટ થયા હતા. ધન્વંતરી જીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે વિશ્વમાં તબીબી વિજ્ઞાનના વિસ્તરણ અને પ્રસાર માટે ભગવાન વિષ્ણુએ ધન્વંતરી જીના રૂપમાં અવતાર લીધો હતો
ધનતેરસનો તહેવાર ભગવાન ધન્વંતરીના દેખાવની યાદમાં ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે ધન્વંતરી દેવ, લક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા કરવાનો નિયમ છે. તેમજ આ દિવસે સોનું, ચાંદી અને વાસણોની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં નવી સાવરણી પણ લાવવી જોઈએ.