નવરાત્રીના નવેનવ દિવસ માતાજીને જૂદા-જૂદા રંગોના વસ્ત્રો ઘારણ કરાવવાનું આ ખાસ મહત્વ જાણો
- નવરાત્રીમાં નવ દિવસ માતાજીને જૂદા જૂદા રંગોના વસ્ત્રો પહેરાવાય છે
- આ રંગોનું ખાસ મહત્વ હોય છે
શારદીય નવરાત્રી 9 દિવસ મા દુર્ગાને સમર્પિત ઉત્સવ કે તહેવાર છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી આ નવ દિવસની નવરાત્રી ત્યારે અત્યારથી જ દેશભરમાં ભક્તિનો માહોલ જામ્યો છે, ગુજરાતમાં યુવાનો ગરબે ઘૂમવા તડામારા તૈયારીઓ કરી રહી છે. શારદીય નવરાત્રી 04 ઓક્ટોબરે સમાપ્ત થશે. નવરાત્રીના મહાઅષ્ટમીનું વ્રત 03 ઓક્ટોબરે રાખવામાં આવશે. નવરાત્રિના નવ દિવસ સુધી ભક્તો મા દુર્ગાની પૂજા કરે છે.
નવરાત્રી એટલે નવે નવ દિવસ માતાજીની પ્રાર્થના કરવાનો દિવસ, આ નવ દિવસ દરમિયાન અલગ અલગ રુપમાં માતાજીની ઉપાસના કરી તેની ફરતે ગરબી રમવામાં આવે છે જેને આપણે નવરાત્રી કહીએ છીએ,નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે ઠેર ઠેર ખુબ જ મોટા મોટા યજ્ઞો થાય છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.
નવરાત્રીમાં રંગોનું ખાસ મહત્વ હોય છે, અને નવે નવ દિવસના જૂદા જૂદા રંગોનું ખાસ મહત્વ રહેલું છે, તો આજે વાત કરીશું કે આ નવ રંગ ક્યા ક્યા છે, અને ક્યા રંગના કપડા ક્યારે પહેરવા જોઈએ અને તેના પાછળનું કારણ શું છે.આ નવલી નવરાત્રીમાં નવેનવ દિવસ મા દુર્ગાના જૂદા જૂદા નવ સ્વરૂપોની ખાસ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
આ તહેવાર ભક્તિ અને આસ્થા સાથે રંગો સાથે ખાસ સંબંધ ધરાવે છે.આપણે સૌ કોઈ જાણીએ છીએ 9 દિવસ દેવોની ઉપાસના, ગરબા, માતાજીની આરતી વગેરે થાય છે,જો કે ઘણી જગ્યાઓ એ આજે પણ નવે નવ દિવસ જૂદા જૂદા રંગોના કપડા પહેરવામાં આવે છે, જે રીતે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે
- પ્રથમ નોરતું : નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માતા શૈલપુત્રીની પૂજા કરે છે. આ પ્રથમ દિવસે પીળા રંગનું મહત્વ છે, આ દિવસે તમે પીળા રંગની સાડી કે વસ્ત્ર પરેહીને નવરાત્રીન મજા માણી શકો છો કારણ કે આ રંગ શુભ ગણાય છે.
- બીજુ નોરતું : નવરાત્રીના બીજા દિવસે લીલા રંગનું ખાસ મહત્વ છે, આ દિવસે તમે લીલા રંગના કપડા પહેરી શકો છો,અને માતાજીના દર્શન કરી શકો છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, એટલા માટે લીલો રંગ માટે શુભ ગણાય છે.
- ત્રીજુ નોરતુ : નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે દુર્ગાની પુજાનો દિવસ, માતાનું સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. હળવો વાદળી રંગ આ દિવસે મહત્વ ધરાવે છે.આ રંગના કપડા પહેરવામાં આવે તો તે ઘણુ શુભ હોય છે.
- ચોથુ નોરતું : નવરાત્રીનો ચોથો દિવસ એટલે ગરબાની રમઝટ જામી ચૂકી હોય છે, ઉત્સાહ અનેરો જોવા મળે છે. આ દિવસે માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખાસ નારંગી રંગનું મહ્તવ છે તમે આ રંગ પહેરીને ગરબા કરશો તો શુભ ગણાય છે.
- પાંચમું નોરતું: પાંચમાં દિવસે આદ્યશક્તિના પાંચમાં સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવી હોય છે. ખાસ દિવસે સફેદ રંગનું મહત્વ રહંલું છે.
- છઠ્ઠું નોરતું : દુર્ગા માતાને હંમેશાથી આપણે લાલ રંગના વસ્ત્રોમાં સજેલા ધજેલા જોયા છે, કારણ કે આ લાલ રંગ માતાની શક્તિનું પણ પ્રતીક છે. આ દિવસે માતા કાત્યાનીની પૂજા કરવામાં આવે છે.તમે પણ લાલ રંગ પહેરી શકો છો
- સાતમું નોરતું- આ સાતમા દિવલસે ખાસ દુર્ગા માતાના એક સ્વરૂપ કાલરાત્રિ કે કાલિકા રૂપે પૂજાય છે. આ દિવસે તમે વાદળી રંગના વસ્ત્રો પહેરાય છે.
- આઠમું દિવસ : આઠમી નવરાત્રીને અષ્ટ્મી તરીકે પણ મનાવવામાં આવે છે. ભક્તજનો ખૂબ જ ઉત્સાહ સાથે અષ્ટ્મીની પૂજા-અર્ચના કરે છે. મહાગૌરી માતાની આ દિવસે પૂજા કરવામાં આવે છે.આ દિવસે ખાસ કરીને ગુલાબી રંગ શુભ ગણવામાં આવે છે.
- નવમું નોરતું– આ નવ દિવસના મહાપર્વમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની ઉલ્લાસભેર અને ઇત્સાહભર પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, છેલ્લો દિવસ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠે છે,આ છેલ્લા દિવસે ક સિદ્ધદાત્રી માતાની પૂજા કરવામાં આવી હોય છે. જે માનો લક્ષ્મી અવતાર કહેવાય છે. છેલ્લા દિવસે જાબંલી રંગનું મહત્વ હોય છે જે શુભ ગણાય છે.
(PHOTO-FILE)