દિવાળીના પર્વમાં વાઘવારસના તહેવારનું જાણો વિશેષ મહત્વ….
વાઘબારસ, આ શબ્દ બોલીએ ત્યારે મોટાભાગનાં લોકો માને કે છે કે આ બારસ સાથે વાઘ ને કોઈ સંબંધ હશે, પણ નાં એવું નથી. સાચું નામ શું છે હું તમને જણાવું. મિત્રો વાક્‘ નું અપભ્રંશ થતાં લોકબોલીમાં કહેવાયું ‘વાઘબારસ‘. દિવાળી ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સ દ્વાદશીના નામે પણ ઓળખીએ છીએ. વાકબારસ અપભ્રંશમાં થઈ ગયું વાઘબારસ. વાકબારસને આપણે મોટાભાગે લોકોને વાઘબારસ બોલતા પણ સાંભળીએ છીએ, અહીં વાક્ એટલે વાણીની વાત છે. વાક એ વાચાની દેવી મા સરસ્વતીની પૂજાની વાત છે. મા સરસ્વતી આપણી વાચા, ભાષાને સારી રાખે, આપણી વાણીથી કોઈની લાગણી ન દુભાય તે માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસના દિવસે મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા, મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વાક્ શબ્દ લોકબોલીમાં વાઘ થઈ ગયો અને ત્યારબાદ આ તહેવારમાં વાઘને સંદર્ભમાં રાખી વાઘ બારસ તરીકે પણ ઓળખાવા લાગ્યો, સાથે જ ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.તો વળી આ દિવસને ગાય સાથે પણ સંબંધ છે. ગાય હિંદુ ધર્મમાં લોકમાતા કહેવાય છે.
ગોવત્સ દ્વાદશી વસુ એટલે કે ગાય. હિન્દુ માન્યતા મુજબ ગાય માતામા 33 કોટી દેવતાઓનો વાસ થાય છે. માટૈ ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. દિવાળીના તહેવારની શરૂઆત વાઘ બારસના દિવસથી થાય છે. વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં છે. અને આમાં દિવસની ઉજવણી થાય છે.