Site icon Revoi.in

નિપાહ વાયરસના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જાણો…

Social Share

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસુ જામ્યું છે, દરમિયાન વિવિધ રોગચાળાએ માથુ ઉચક્યું છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ કેરળમાં હવે નિપાહ વાયરસમાં એક કિશોરના મોતની ઘટના સામે આવતા ખળભળાટ  મચી ગયો છે. તેમજ દેશનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યાં છે.

નિપાહ વાયરસ (NIV) એ ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં આવે છે, પછી અન્ય લોકોમાં ફેલાય છે. નિપાહ વાયરસ મુખ્યત્વે ચામાચીડિયા અને ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે. પ્રાણીઓ અથવા તેમના શરીરના પ્રવાહીના સંપર્કને કારણે આ વાયરસનું જોખમ વધે છે. જેના કારણે તાવ, ઉલ્ટી, શ્વાસ સંબંધી રોગ અને મગજમાં સોજો આવી શકે છે. આ વાયરસ જીવલેણ છે. તેના લક્ષણો સામાન્ય રીતે 4 થી 14 દિવસમાં દેખાય છે.

તાવ આવવો

ઉલટી

માથાનો દુખાવો

ઉધરસ

સુકુ ગળું

શ્વાસની સમસ્યા

  1. બીમાર પ્રાણીઓ સાથે સંપર્ક ટાળો.
  2. સાબુથી વારંવાર હાથ ધોવાનું રાખો.
  3. જમતા પહેલા ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈ લો.
  4. દૂષિત વસ્તુઓ ખાવાનું ટાળો.
  5. સ્વચ્છ પાણી જ પીવો.
  6. ચેપગ્રસ્ત સાથે સીધો સંપર્ક ટાળો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચામાચીડિયા અને ડુક્કર સાથે સંપર્ક ઘટાડવાની ભલામણ કરે છે, ખાસ કરીને રોગચાળાવાળા વિસ્તારોમાં. ખાદ્યપદાર્થો સારી રીતે રાંધેલા હોય તેની ખાતરી કરો. વાયરસના ફેલાવાને રોકવા માટે વારંવાર હાથ ધોવા અને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવા જેવી સ્વચ્છતાની સારી પ્રથાઓ જરૂરી છે.