Site icon Revoi.in

જાણો મશરુમના પ્રકારો , હેલ્થ માટે છે ગુણકારી છે, તેના સેવનથી થાય છે અનેક ફાયદાઓ

Social Share

મશરુમનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે વજનને નિયંત્રણમાં રાખવાની વાત હોય, મશરૂમ દરેક જગ્યાએ ઉપયોગી છે. આવા ઘણા જરૂરી પોષક તત્વો મશરૂમમાં હોય છે, જેની શરીરને ખૂબ જ જરૂર હોય છે. મશરૂમ ફાઈબરનું એક સારું માધ્યમ પણ છે. તે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે પણ સારું છે, કારણ કે તેમાં વધુ કેલરી નથી હોતી.

મશરુમના કુલ ત્રણ પ્રકારો છે

બટન મશરૂમ –
આ ખાવામાં આવતા મશરૂમનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેને Agaricus bisporus અને સફેદ મશરૂમ પણ કહેવામાં આવે છે.વપરાશ લગભગ 30 ટકા છે.
શિયાટેક મશરૂમ
શિયાટેક મશરૂમને લેન્ટિનુલા એડોડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના મશરૂમનો લગભગ 17 ટકા વપરાશ થાય છે.
ઓઇસ્ટર મશરૂમ
ઓઇસ્ટર મશરૂમને પ્લીરોટસ ઓસ્ટ્રેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના મશરૂમનો લગભગ 27 ટકા વિશ્વભરમાં ખોરાક માટે વપરાય છે.

મશરુમ ખાવાના ફાયદાઓ

મશરૂમનો ઉપયોગ ખોરાકની સાથે દવા તરીકે પણ લાંબા સમયથી કરવામાં આવે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતા આહાર તરીકે મશરૂમનો ઉપયોગ કરી શકાય છે. ઓઇસ્ટર મશરૂમનું સેવન કરીને કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને નિયંત્રિત કરી શકાય છે. ઉપરાંત, તે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકબ્લડ પ્રેશર માં ફઆયદા કારક સાબિત થાય છે.

સામાન્ય રીતે મશરુમમાંથી આપણા શરીને પુરતા પ્રમાણમાં ખનિજો અને વિટામિન્સ બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ મળી રહે છે.મશરૂમ્સમાં કોલીન નામનું એક ખાસ પોષક તત્વ જોવા મળે છે, જે સ્નાયુઓની પ્રવૃત્તિ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે.

બાળકોને મશરુમ ખાસ ખવડાવવા જોઈએ. તેનાથી શારીરિક અને માનસિક રીતે તેમનો વિકાસ સારી રીતે થાય છે. વધતી ઉંમરએ મશરુમ હાડકાને મજબૂત બનાવે છે.આ સાથે જ મશરુમ ખાવાથી ત્વચા અને વાળ સુંદર સાથે છે.. નિયમિત રીતે મશરુમ ખાવાથી વિટામિન ડીની ઊણપ દૂર થાય છે.

મશરૂમનો ઉપયોગ બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે રામબાણ સાબિત થઈ શકે છે. મશરૂમમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. ઉપરાંત, તેમાં ફિનોલિક સંયોજનો હોય છે, જેના કારણે સ્તન કેન્સર તેમજ પ્રોસ્ટેટ કેન્સરમાં મશરૂમના ફાયદા મેળવી શકાય છે.