- સ્કિનની કાળજી આટે યૂઝ કરો આ નેચરલ વસ્તુઓ
- લીમડો,એલોવેરા હળદર તમારી ત્વચા માટે બેસ્ટ ઓપ્શન
શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં તમારે તમારી સ્કિનની ખઆસ પ્રકારે કાળજી લેવી જોઈએ કારણ કે શિયાળામાં સ્કિન રુસ્ક બનવાની સાથે સાથે ફાટી જતી હોય છે અથવા તો ડસ્ટનું લેયર સ્કિન પર જામી જતું હોય છે આવી સ્થિતિમાં નેચરલ આ 5 વસ્તુઓ તમારી ત્વચાને લગતી દરેક સમસ્યાને દૂર કરશે તો ચાલો જાણીએ કઈ સમસ્યામાં કઈ વસ્તુઓનો કેવી રીતે કરવો જોઈે ઉપયોગ.
જાણો આ નેચરલ વસ્તુઓ જે તમારી સ્કિનને બનાવે છે કોમળ અને સુંદર
1 એલોવેરા
એલોવેરા જેને આપણે કુવરપાઠુ પણકહી છે જે પ્રાચીન કાળથી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે,એલોવેરાનો ઉપયોગ ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. એલોવેરાનો ઉપયોગ સનબર્ન અને વૃદ્ધત્વના લક્ષણોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. રોજ એલોવેરા લગાવવાથી ચહેરા પર ભેજ અને ત્વચા ચમકદાર બને છે.
2 કડવો લીમડો
આયુર્વેદમાં લીમડાનું ખૂબ મહત્વ છે, લીમડાનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. લીમડામાં એન્ટી સેપ્ટિક, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. લીમડાનો ઉપયોગ ચમકદાર ત્વચા મેળવવા અને પિમ્પલ્સ દૂર કરવા માટે પણ થાય છે.આ માટે લીમડાના પાનની પેસ્ટ બનાવીને ફેસપેક તરીકે યૂઝ કરી શકો છો સાથે જ લીમચાના છાલના પાણીથી ફએશ વોશ કરી શકો છો.
3 કેસર
કેસર ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેસર ચહેરા પર લગાવવાથી દાગ અને ખીલ દૂર થાય છે. કેસર રંગને ગોરો અને સ્પષ્ટ બનાવે છે. આ સિવાય દૂધ અને કેસર ચહેરા પર લગાવવાથી ગ્લો આવે છે.
4 ચંદન
ચંદન એટલે ત્વચાને મચકવાતું ઓષધિ,ચંદન માં એન્ટિવાયરલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. તેનાથી ત્વચા પરના પિમ્પલ્સની સમસ્યા દૂર થાય છે. ચંદન પણ ત્વચા પર બ્લીચિંગ અસર કરે છે. તમે ચંદન પાવડરથી ફેસ પેક બનાવીને લગાવી શકો છો. તે ત્વચાને ઠંડક આપે છે અને રંગને પણ નિખારે છે.
5 હળદર
હળદરના ફાયદાતો સૌ કોી જાણે જ છે, શિયાળામાં દૂધ અને હરદળ, મલાઈ અને ગરદળ , હળદર અને મધ આ ત્રણેયનો ઉપયોગ ત્વચા પર કરી શકો છો. કારણ કે સ્વસ્થ ત્વચા માટે તમે હળદરનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન ગણાય છે.. હળદરમાં રહેલ કર્ક્યુમિન એન્ટી એજિંગ ગુણ ધરાવે છે, જે ત્વચાને યુવાન બનાવે છે.