આપણા ધર્મમાં દરેક સમસ્યાનો ઉત્તર મળે છે, આપણા વેદ, પુરાણ, ગ્રંથ, શાસ્ત્રોમાં એવી માહિતી છે જેના વિશે કદાચ વિજ્ઞાનને પણ ખબર આજ સુધી ખબર પડી નથી. પણ જો વાત કરવામાં આવે ઘરમાં ચાલતી સમસ્યાઓનો તો આપણા ધર્મમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક પ્રકારના નિયમોનો પાળવામાં આવે અને તેનું અનુસાશન કરવામાં આવે તો અનેક સમસ્યાથી રાહત મળે છે.
જેમ કે લોટનો દીવો ખુબ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે લોટનો દીવો પ્રગટાવવાથી બધા દેવી-દેવતા પ્રસન્ન થાય છે, અને વ્યક્તિની બધી મનોકામના પુરી થાય છે. હવે સવાલ ઉભો થાય છે કે કયો દીવો પ્રગટાવવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઘણા પ્રકારના લોટના દિવા પ્રગટાવવાનું મહત્વ છે.
જો તમે તમારા શત્રુઓથી પરેશાન છો અને તેમનાથી છૂટકારો મેળવવા માંગો છો. તો પૂજા દરમિયાન અડદના લોટનો દીવો કરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આમ કરવાથી તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો.
ઘરમાં સુખ-શાંતિ બનાવી રાખવા અને ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે પૂજા દરમિયાન મગના લોટનો દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને ગરીબી દૂર થાય છે.
જો તમારી કોઈ ઈચ્છા હોય, અને તમે તેને પૂરી કરવા માંગો છો. તો લોટનો દીવો ચઢતા કે ઉતરતા ક્રમમાં પ્રગટાવો. તમે તેને એકથી 11 દિવસ સુધી પ્રગટાવી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક દીવાથી શરૂ કરીને 11 દીવા પ્રગટાવી શકાય છે. જો તમે ઉતરતા ક્રમમાં દીવા પ્રગટાવતા હોવ તો પહેલા દિવસે 11 દીવા પ્રગટાવો અને પછી છેલ્લા દિવસે એક દીવો પ્રગટાવો.
ઉલ્લેખનીય છે કે આ વાત માત્ર જાણકારી માટે છે, તેના પર કોઈ દાવો કે પૃષ્ટી કરવામાં આવતી નથી. આ વિષય શ્રધ્ધા અે વિશ્વાસ સાથે જોડાયેલો છે.