1. Home
  2. ગુજરાતી
  3. જાણો બ્લડપ્રેશર વિશેની મહત્વની આ વાતો- કેટલી વયે કેટલું હોવું જોઈએ બ્લપ્રેશર
જાણો બ્લડપ્રેશર વિશેની મહત્વની આ વાતો- કેટલી વયે કેટલું હોવું જોઈએ બ્લપ્રેશર

જાણો બ્લડપ્રેશર વિશેની મહત્વની આ વાતો- કેટલી વયે કેટલું હોવું જોઈએ બ્લપ્રેશર

0
Social Share

આજકાલ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ સૌ કોઈમાં જોવા મળે છે જેને ઉમંર સાથે હવે કોઈ લેવાદેવા નથી નાની વયે પણ બ્લડ પ્રેશર વધતું હોય છે, તો આજે બ્લડ પ્રેશરને લઈને તમારા મનના કેટલાક સવાલોના જવાબ જાણીશું, કે કેટલી ઉમંરમાં બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ વગેરે, શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. દરરોજ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે દર્દીઓમાં અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી રહ્યું છે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે, આપણે તેની રેન્જ પણ જાણવી જોઈએ

સામાન્ય રીતે વ્યક્તિના બ્લડપ્રેશરની રેન્જ 120/80ની આસપાસ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉંમર પ્રમાણે બ્લડ પ્રેશરની શ્રેણીમાં બદલાવ આવે છે.આ સહીત , સ્ત્રીઓ અને પુરુષોમાં બ્લડપ્રેશરની રેન્જ પણ એકબીજાથી અલગ હોય છે.

વધતી ઉમંરે કેટલું હોવું જોઈએ બ્લડ પ્રેશર

50 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ? હેલ્થ એક્સપર્ટના મતે, વધતી ઉંમરની સાથે દર્દીઓમાં બ્લડ પ્રેશર પણ વધે છે. નિષ્ણાતોના મતે 50 વર્ષની ઉંમરે પુરુષોનું બ્લડ પ્રેશર 128/85 mm Hg ની વચ્ચે હોવું જોઈએ. બીજી તરફ, 50 વર્ષની ઉંમરે, સ્ત્રીઓનું બ્લડ પ્રેશર 129/85 mm Hg ની વચ્ચે હોવું જોઈએ.

જૂદી જૂદી વયના લોકો માટે આટલું હોવું જોઈએ બ્લડપ્રેશર

35 થી 39 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 111/78 સામાન્ય 123/82 મહત્તમ 135/86

40 થી 44 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 112/79 સામાન્ય 125/83 મહત્તમ 137/87

45 થી 49 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 115/80 સામાન્ય 127/84 મહત્તમ 139/88

50 થી 54 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 116/81 સામાન્ય 129/85 મહત્તમ 142/89

55 થી 59 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 118/82 સામાન્ય 131/86 મહત્તમ 144/90

60 થી 64 વર્ષે બ્લડપ્રેશર લઘુત્તમ 121/83 સામાન્ય 134/87 મહત્તમ 147/90.

બ્લડ પ્રેશર વધવાના કારણો-

દર્દીઓમાં બ્લડ પ્રેશરની સમસ્યા સમયની સાથે વધતી જ જાય છે. બ્લડ પ્રેશર વધવાના ઘણા કારણો છે જેમ કે અસ્વસ્થ જીવનશૈલી, કસરતનો અભાવ, આ સિવાય જે લોકો સ્થૂળતા અને ડાયાબિટીસથી ઘેરાયેલા છે તેમને પણ બ્લડ પ્રેશરની સમસ્યાનું જોખમ વધારે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code