Site icon Revoi.in

ટેટુ કરાવતા પહેલા વાત જાણી લે જો,નહીં તો પસ્તાવો થશે

Social Share

લોકો પોતાને સ્માર્ટ, સ્ટાઈલિશ અને ફેશનેબલ બતાવવા માટે ક્યારેક એવા એવા કામ કરી દેતા હોય છે જેના કારણે પછી તેમને જીવનભર પસ્તાવાનો વારો આવે છે. આમાં એક છે ટેટુ પડાવવાની લોકોની આદત. લોકો પોતાને કુલ અને સ્માર્ટ બતાવવા માટે શરીરમાં એવી એવી જગ્યા પર ટેટુ પડાવતા હોય છે અને એવા ટેટુ પડાવે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે.

હવે જે લોકોને ટેટુ પડાવવાનો શોખ છે તે લોકોએ આ જાણવું જોઈએ કે તાજેતરના અહેવાલ મુજબ, યુપીના વારાણસીમાં 14 લોકોને ટેટૂ કરાવ્યા બાદ HIV થયો છે. મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો કે ટેટૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સોયમાં ચેપ લાગ્યો હતો અને કોઈને તેની પરવા નહોતી. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સોય સાથેની બેદરકારીને કારણે HIV થયો છે, તેથી ટેટૂ કરાવતા પહેલા સોયના ઉપયોગ પર ધ્યાન રાખો.

આ ઉપરાંત ઘણા નિષ્ણાતો કહે છે કે ટેટૂથી ત્વચાનું કેન્સર થઈ શકે છે. જો કે તે હજુ સુધી સાબિત થયું નથી, પરંતુ ટેટૂની શાહીમાં રહેલા કેટલાક તત્વો કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે કેન્સરની વાત આવે ત્યારે કાળી શાહી ખાસ કરીને ખતરનાક હોય છે કારણ કે તેમાં બેન્ઝો(a)પાયરીનનું ઉચ્ચ સ્તર હોય છે. આ તત્વો કાર્સિનોજેનિક છે અને આ પ્રકારનું કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે. ટેટૂ ડાઈ વ્યક્તિમાં એલર્જીક પ્રતિક્રિયા પેદા કરી શકે છે અને તમે ટેટૂ કરાવ્યા પછી વર્ષો સુધી આ સમસ્યાથી પીડાઈ શકો છો. આ સ્થિતિના લક્ષણોમાં, તમને ટેટૂવાળા વિસ્તાર પર ફોલ્લીઓ જેવી લાગણી થવા લાગે છે.

ટેટુનો ટ્રેન્ડ 18મી સદીમાં શરૂ થયો હતો, જે હવે સમગ્ર વિશ્વમાં(World ) ફેશનનો એક ભાગ બની ગયો છે. પશ્ચિમી દેશોમાં લોકોને ટેટૂ કરાવવું ગમે છે, પરંતુ હવે ભારતમાં પણ લોકોમાં ટેટૂ કરાવવાની હરીફાઈ ચાલી રહી છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.