નવું વર્ષ છે એટલે લોકોમાં ફરવાની ઈચ્છાઓ તો હોય જ, લોકો મોટી સંખ્યામાં ફરવા પણ નીકળતા હોય છે. પણ જો વાત કરવામાં આવે ભારતના કેટલાક શહેરની તો હવે જે લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ આ વાત જાણવી જરૂરી છે. ભારતમાં હવે આટલા શહેરમાં ફરવા આવતા પહેલા કેટલીક ફોર્માલિટીસને પુરી કરવી પડશે
નવા વર્ષની ઉજવણી માટે ફક્ત તે જ પ્રવાસીઓ મસૂરી જઈ શકશે, જેમણે પહેલેથી જ હોટલ બુક કરાવી લીધી છે. આ સિવાય દહેરાદૂન શહેરમાં પણ બહારથી આવતા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. સ્થાનિક લોકોને એન્ટ્રી મળશે પણ એ સિવાય બીજા લોકોને શહેરમાં એન્ટ્રી આપવામાં નહીં આવે.
એસપી ટ્રાફિકે જણાવ્યું હતું કે ભીડ વધે ત્યારે પોલીસ અને પ્રવાસીઓ વચ્ચે ઘણીવાર અથડામણ થાય છે અને આવી સ્થિતિમાં પોલીસકર્મીઓને કોઈપણ સંજોગોમાં પ્રવાસીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.