Site icon Revoi.in

જાણો આ છે દુનિયાની સૌથી મોંધી ચા ,જેની કિમંત જાણીને તમારા ઉડી જશે હોંશ, જેનું ઉત્પાદન પણ થાય છે સૌથી ઓછું

Social Share

 ચા એવી વસ્તુ છે જે ભાગ્યે જ કોીને નહી પસંદ હોય વિશ્વભરમાં ચા પીવામાં આવે છે મોટા ભાગના લોકોની સવાર જ ચા થી થાય છે. ચા માટે ભારતનું દાર્જિલિંગ  વિશ્વમાં ‘ચેમ્પેન ઓફ ટી’ તરીકે પ્રખ્યાત છે. 

આજે વાત કરીશું ‘સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી’. આ ચા વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી ચાની યાદીમાં સામેલ છે. બ્રિટન, અમેરિકા અને જાપાનના ખરીદદારો જ તેને ખરીદે છે. આટલું જ નહીં બ્રિટિશ રોયલ ફેમિલી પણ આ ચાના દીવાના છે.

આ ચાનું ઉત્પાદન ખૂબ જ ઓછું માત્ર 50 થી 100 કિલોની વચ્ચે થાય છે. વર્ષ 2014માં આ ચાની પત્તી 1.36 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુમાં વેચાઈ હતી. ભારતમાં ઉત્પાદિત આ ચાની કિંમત કોઈપણ ચા માટે અત્યાર સુધીની સૌથી વધુ કિંમતનો રેકોર્ડ બનાવે છે.

શા માટે આ ચા ને સિવ્લર ટી કહે છે

પૂર્ણિમાના સમયે આ ચાના પાન તોડવા પાછળનું એક ખાસ કારણ છે. કારણ કે આ સમય દરમિયાન દરિયામાં ભરતી આવે છે, આ કારણે સમગ્ર બ્રહ્માંડની શક્તિ પૃથ્વી પર અસર કરે છે. એવું કહેવાય છે કે આવા પ્રસંગે જે પણ તૈયાર કરવામાં આવે છે તે ખૂબ જ શક્તિશાળી હોય છે. કારણ કે આ સમયે હવામાં ઓક્સિજન વધુ હોય છે અને વાતાવરણમાં ઊર્જા વધુ હોય છે. જેની અસરથી કોમળ અને મુલાયમ ચા પત્તી તૈયાર થાય છે. આ ચા તોડવાની પ્રક્રિયા જોવા માટે વિવિધ દેશોના પ્રવાસીઓ દાર્જિલિંગ આવે છે.

ક્યા થાય છે આ ચાનું ઉત્પાદન જાણો

આ ચા માત્ર ‘મકાઈબારી ગાર્ડન’માં ઉગાડવામાં આવે છે, જે માત્ર અમુક દિવસોમાં જ 4 થી 5 વખત તોડવામાં આવે છે. આ સિવાય અમુક ખાસ લોકો જ આ ચાને તોડે છે. પૂર્ણિમાની રાત્રે, હાથમાં મશાલ સાથે માત્ર કેટલાક ખાસ મજૂરો  તે તોડે છે અને સવાર પહેલા તેને પેક કરી દે છે. કારણ કે સૂર્યના કિરણો તેની સુગંધને અસર કરે છે અને તેના સ્વાદની સાથે તેનો રંગ પણ બદલાય છે.