ગુજરાતમાં ઘણા લોકો એવુ માને છે અને એવુ જીવન પણ જીવે છે કે તેઓ દરેક વસ્તુમાં કરકસર કરશે પણ ખાવામાં તો હંમેશા મોજીલો મીજાજ રાખશે, અને એવામાં પણ જો વાત કરવામાં આવે નવરાત્રીમાં સૌથી વધારે વેચાતા સ્ટ્રીટફૂ઼ડની તો એ આ પ્રમાણે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ખમણ એ ગુજરાતની સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ ફૂડ ડીશ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચણાના લોટમાંથી તૈયાર કરેલી આ રેસીપી વરાળમાં રાંધવામાં આવે છે, જેના કારણે તેમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. દરેક ઉંમરના લોકોને તેનો સ્વાદ ગમે છે.
આ ઉપરાંત ખાંડવી – પ્રખ્યાત ગુજરાતી ફૂડ ડીશ ખાંડવી ખાવામાં ખૂબ જ નરમ અને સ્વાદથી ભરપૂર છે. ખાંડવી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ મુખ્ય ઘટક તરીકે થાય છે. તેનો મીઠો અને ખાટો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. આ ઓછી કેલરીવાળી ફૂડ ડીશ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. જ્યાં નવરાત્રી દરમિયાન એક અલગ ઉત્સવ જોવા મળે છે. અહીં પર્યટન માટે પણ ઘણી જગ્યાઓ છે પણ નવરાત્રીમાં ગરબા રમવા અને ગરબા જોવા જતા લોકો રાત્રી દરમિયાન બજારમાં મળતી સ્ટ્રીટ ફૂડની મજા માણતા હોય છે. ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે.
જો વાત કરવામાં આવે સેવ ઉસળની તો – આ રેસીપી આખા ગુજરાતમાં ગમે છે, તેમ છતાં વડોદરામાં સેવ ઉસળ ખૂબ પ્રખ્યાત છે. તેને બનાવવા માટે સેવની સાથે પાવ અને વટાણા સહિતના અન્ય મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ચટપટો અને મસાલેદાર સ્વાદ ખૂબ જ પસંદ આવે છે.