જાણો પીએમ મોદીએ ચંદ્રાબાબુ નાયડુને ખુશ કરવા કઇ ગીફ્ટ આપી ? સમગ્ર તેલુગુ ભાષી લોકોને ફાયદો
સંસદની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું હવે તેલુગુભાષામાં પણ જીવંત પ્રસારણ થશે..મોદી સરકારે TDPને આ એક નવુ ઈનામ આપ્યું છે. પહેલેથી જ ટીડીપીને કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદ મળેલું જ છે.
પરંતુ મોદી સરકાર ટીડીપીને ખુશ રાખવાની કોઈ તક છોડવા માંગતી નથી. અને મોદી સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદ ટીવી પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. હવે આ ટેલિકાસ્ટ તેલુગુમાં પણ શરૂ થઈ ગયું છે.
ગૃહમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. આ સાથે સંસદ ટીવીએ પણ યુટ્યુબ પર સંસદની કાર્યવાહી તેલુગુમાં બતાવવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત, સંસદ ટીવી પર માહિતી આપવામાં આવી છે કે દર્શકો સેટ ટોપ બોક્સમાં ભાષા વિકલ્પ પસંદ કરીને તેલુગુમાં ટેલિકાસ્ટ જોઈ અને સાંભળી શકે છે. આની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકોને થશે, જ્યાં મોટા ભાગના તેલુગુ ભાષી લોકો રહે છે.
વિશેષ દરજ્જો આપવાની માંગ વધી રહી છે
બજેટ સત્ર શરૂ થતાની સાથે જ આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશાને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીઓ કરવામાં આવી રહી છે. બિહારની જેડીયુ, આંધ્રની વાયએસઆર કોંગ્રેસ અને ઓડિશાના બીજુ જનતા દળ દ્વારા રવિવારે સર્વપક્ષીય બેઠકમાં આ માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ટીડીપી આ મુદ્દે ચૂપ છે.
તમને જણાવી દઈએ કે આ વખતે લોકસભા ચૂંટણીમાં બીજેપીને પોતાના દમ પર બહુમતી મળી નથી. ચંદ્રબાબુ નાયડુએ મોદી સરકારને સમર્થન આપ્યું છે. ટીડીપીના 16 સાંસદોએ ભાજપને સમર્થન આપ્યું છે.