જાણો શું હોય છે ‘આમ મનોરથ’? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
સૌથી અમીર વ્યક્તિ અને અરબપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી મોટા કેરી ઉત્પાદક પણ છે. જામનગરના રિલાયન્સ રિફાઇનરી કોમ્પ્લેક્સમાં તેમણે ધીરૂભાઇ અંબાણી લાખીબાગ આમરાઇ બનાવ્યો છે. જે લગભગ 600 એકરમાં ફેલાયેલો છે. અહીં ઉગનાર મોટા ભાગની કેરી એક્સપોર્ટ થાય છે, પરંતુ તમે જાણો છો કે આ કેરી સાથે એક પરંપરા ‘આમ મનોરથ’ ખૂબ ધામધૂમથી અંબાણી પરિવાર ઉજવે છે. તેમનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણના શ્રીનાથજી રૂપ સાથે છે. ચાલો તમને જણાવીએ આ પરંપરાની પુરી કહાની.
એ તો બધા જાણે છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ખૂબ ધાર્મિક છે. એટલું જ નહી તે રાજસ્થાન સ્થિત શ્રીનાથજીના અનન્ય ભક્ત પણ છે. મુકેશ અંબાણી ઘણીવાર પોતાના પરિવારની સાથે શ્રીનાથજીમાં પૂજા-અર્ચના કરવા જતા હોય છે. આ મંદિર સાથે જોડાયેલી એક પરંપરા અંબાણી પરિવારના પોતાના એન્ટીલિયામાં પણ મનાવે છે.
એન્ટેલિયાના કૃષ્ણ મંદિરમં થાય છે ‘આમ મનોરથ’
મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં એક મોટું શ્રીકૃષ્ણ મંદિર છે. આ મંદિરમાં દર વર્ષે પરિવાર ‘આમ મનોરથ’ ઉજવે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતે તેના સાથે જોડાયેલી તૈયારેઓ પર બારીકાઇથી નજર રાખે છે. ‘આમ મનોરથ’ ના ઉત્સવમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીનાથજી સ્વરૂપને કેરીના પ્રથમ પાકનો ભોગ ચઢાવવામાં આવે છે.
તેમાં એન્ટીલિયાના મંદિરને કેરીની શણગારવામાં આવે છે. કેરીના ઝૂમર બનાવવામાં આવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ ઉત્સવ માટે કેરી રિલાયન્સ જામનવગરવાળા બગીચામાંથી લાવવામાં આવે છે. આ ઉત્સવને લઇને એક શાનદાર લોકસભાનો પણ ઉલ્લેખ મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પસંદ હતી કેરી
‘આમ મનોરથ’ વિશે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણ સાથે જોડાયેલી એક લોકવાર્તા છે. આ કથા અનુસાર એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલમાં તેમના આંગણામાં રમતા હતા, ત્યારે કેરી વેચનાર ગોપીનો અવાજ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની અંજુલી (હથેળીઓ જોડીને બનાવેલી આસન)માં અનાજ ભરીને તે ગોપી તરફ દોડ્યા, પરંતુ તે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના હાથમાં થોડા જ દાણા બચ્યા.
ત્યારબાદ તેમણે ગોપીને અનાજના બદલામાં કેરી આપવા માટે કહ્યું ત્યારે ગોપીએ તેમની માસૂમિયતને જોતા થોડા અનાજના બદલામાં જેટલી કેરી ભગવાન શ્રીકૃષ્ણના બંને હાથમાં આવી શકે એટલી આપી. પછી તે ગોપી તે થોડા અનાજને લઇને જતી રહી અને જ્યારે યમુનાના કિનારે પહોંચી, ત્યારે તેને પોતાની ટોકરી ભારે લાગી. ત્યારબાદ તેણે જ્યારે ટોકરીને માથા પરથી ઉતારીને જોયું તો અનાજના તે બધા દાણા રત્ન-આભૂષણમાં બદલાઇ ગયા હતા. આ કથાના આધારે ‘આમ મનોરથ’ ઉત્સવ ઉજવવામાં આવે છે.