- કાશીની મસાન હોળીએ જમાવ્યો રંગ
- કાશીમાં ચિતાની રાખથી હોળીની થઈ ઉજવણી
હોળીનો પર્વ આવતી કાલે છે ત્યારે દેશના જાણીતા શહેરોમાં હોળી 2 દિવસ અગાઉથી જ ઉત્સાહ સાથ મનાવવામાં આવી રહી છે ખાસ કરીને ઉત્તરપ્રદેશની હોળી ખૂૂબ જાણીતી છે અહી મથુરામાં દેશ વિદેશથી ભક્તો હોળી રમાવા આવે છે તો બીજી તરફ કાશીની હોળી એટલે કે મસાન હોળીનું પણ આગવું મહત્વ છે.
જો કાશઈની વાત કરીએ તો માન્યતાઓ પ્રમાણે દેવી પાર્વતી અને ભગવાન શિવે અન્ય તમામ દેવી-દેવતાઓ સાથે લગ્ન કર્યા પછી રંગભરણી એકાદશીના દિવસે હોળી રમી હતી. આ તહેવારમાં ભગવાન શિવના પ્રિય ભૂત, રાક્ષસો, નિશાચર અને અદ્રશ્ય શક્તિઓની ગેરહાજરીને કારણે, ભગવાન શિવ તેમની સાથે હોળી રમવા માટે બીજા દિવસે મસાણ ઘાટ પર પાછા ફરે છે.
મસાન હોળી ખાસ કરીને ચિતાની રાખથી રમવામાં આવે છે અહી રંગોના બદલે રાખનો ઉપયોગ કરવામાં આવે છે વિતેલા દિવેસ અહી મસાજ હોળી રમાઈ હતી દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહીને હોળીની મજા માણી હતી.અહી ઘાટો પર શિવ ભક્તો દ્વારા હોળી રમાય છે અને ચિતાઓની રાખ સાથે ઉજવવામાં આવે છે.
શિવભક્તો મણિકર્ણિકા ઘાટ પર સ્થિત મસાનનાથ મંદિરમાં ભગવાન શિવને ભસ્મ અર્પણ કરે છે અને પછી ડમરુની ગુંજ સાંભળીને પૂજા કરે છે. આ દરમિયાન લોકો રંગોને બદલે રાખથી હોળી રમે છે. બાબા ભોલેનાથની નગરી કાશીમાં હોળીનું સમાન મહત્વ અને ઉજવણીની પરંપરા છે. વારાણસીમાં ફાલ્ગુન મહિનામાં હોળીના અનેક કાર્યક્રમો થાય છે. આ ક્રમમાં, મોટી સંખ્યામાં લોકો ભસ્મ સાથે હોળી રમવા માટે મણિકર્ણિકા ઘાટ પર એકઠા થઈ રહ્યા છે.
પ્રખ્યાત મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખ સાથે હોળી રમવાની આ પરંપરાને ‘મસાન હોળી’ કહેવામાં આવે છે. સેંકડો લોકો મણિકર્ણિકા ઘાટ પહોંચીને ભસ્મની આ હોળી રમી રહ્યા છે સેંકડો લોકો ઘાટ પર મસાન હોળી રમતા જોવા મળે છે. સાથે જ ભોલેના ભક્તો મોટા ઢોલ સાથે હોળીની મોજમાં મગ્ન છે.કહેવાય છે કે ભગવાન શિવને ચિતા ભસ્મ ખૂબ જ પ્રિય છે.