મંકીપોક્સથી બચવા માટે શું કરવું જોઈએ, જાણી લો
વિશ્વમાં અત્યારે મંકીપોક્સના કેસ જોવા મળી રહ્યા છે. દુનિયામાં અનેક દેશમાં આ કેસ નોંધવામાં આવ્યા છે, આ યાદીમાં ભારત પણ બાકાત નથી. દેશની રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો, જેની પુષ્ટિ આરોગ્ય મંત્રાલયે કરી છે. દિલ્હીમાં મંકીપોક્સનો આ પહેલો કેસ હોઈ શકે છે, પરંતુ ભારતમાં અત્યાર સુધીમાં 4 કેસ નોંધાયા છે. અન્ય ત્રણ નોંધાયેલા કેસ કેરળ રાજ્યના છે. આવામાં લોકોએ જાણવું જોઈએ કે મંકીપોક્સથી બચવા માટે શું કરવું જોઈએ.
મીડિયા રિપોર્ટ અનુસાર આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તેઓ મંકીપોક્સને ઘણી હદ સુધી હરાવી શકે છે. જો કે, આનો કોઈ પુરાવો નથી. તમે વિટામિન સી દ્વારા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો. જો તમે ઈચ્છો તો લીંબુ જેવી ખાટી વસ્તુઓને તમારા આહારમાં ઉમેરી શકો છો.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તુલસીના પાનની તો આયુર્વેદમાં તુલસીના પાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે તે ઔષધિનું કામ કરે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના પાનમાંથી બનાવેલું પાણી દર્દીને આપવાથી તે ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. જે લોકો આ રોગની પકડમાં નથી, તેમણે પણ દરરોજ તુલસીના પાનમાંથી બનાવેલો ઉકાળો પીવો જોઈએ. તે તમને અંદરથી મજબૂત બનાવશે.
ફુદીનાનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે દવા તરીકે પણ કરવામાં આવે છે. તે ઘણા રોગો માટે ઉપચાર માનવામાં આવે છે. ખાસ કરીને પેટના દુખાવામાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી માંસપેશીઓનો તાણ દૂર થાય છે. જો તમે ઈચ્છો તો ફુદીનાની હર્બલ ટી પી શકો છો, જે તમારી ઉધરસની સમસ્યાને દૂર કરી શકે છે.