ફેફસાના ઈન્ફેક્શનમાં શું ખાવું અને શું ના ખાવું જોઈએ, જાણો
હવા દ્વારા ફેફસામાં પ્રવેશ કરતા ફંગસ, બેક્ટેરિયા કે વાયરસ ફેફસાને ખૂબ નુકશાન પહોંચાડે છે. ફેફસામાં ઈન્ફેક્શન થયા પછી ખોરાકનું ખુબ ધ્યાન રાખવું પડે છે. આજે જાણીએ ફેફસાના ઈનેફેક્શનમાં શું ખાવું જોઈએ શું ના ખાવું?
ફેફસાના ઈનેફેક્શનમાં તમે અખરોટ, આંમળા, આદુ, લસણ ખાઈ શકો છો. તેમાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને એન્ટિફંગલ એસ્ટ્રિજેન્ટ્સ હોય છે. જે ફેફસામાં જમા થવા વાળા ડસ્ટ, પોલ્યુશનના પાર્ટિકલ્સ અને બેક્ટેરિયા, વાયરસને નિકાળવામાં મદદ કરે છે.
ફેફસાની પ્રોપર ક્લીનિંગ ચાલુ રહે છે અને કોઈ પણ ઈન્ફેક્શન ફેફસામાં વિકસીત નથી થઈ શકતુ. તમે તમે કાચા સ્વરૂપે ડુંગળી અને લસણના સેવન કરો છો તો તમને વધુ ફાયદા થશે. એટલા માટે તમારે ચટણી ખાવી જોઈએ.
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. તે ચરબીમાં વધારો કરતા નથી પણ તેમના કેમિકલ બોન્ડને આધારે, તેમને ફેટી એસિડ કહેવામાં આવે છે. એક પુખ્ત વ્યક્તિ એક દિવસમાં 3 થી 4 અખરોટનું સેવન કરી શકે છે.
ઓમેગા-3 ફેટી એસિડ ફેફસાંની અંદરની દિવાલોને મજબૂત અને ઝડપથી સુધારવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
આમળા અને દાડમ એવા ફળ છે જેમાં વિટામિન સી અને વિટામિન ઇ બંને હોય છે. આ ઈમ્યુનિટીને મજબૂત કરવામાં ખૂબ સારી રીતે કામ કરે છે અને કોઈપણ ચેપને ફેલાતા અટકાવે છે.