ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ખાલી પેટ ચા કે કોફીનું સેવન કરે છે. પણ ખાલી પેટ કોફી કે ચા પીવાથી પેટમાં એસિડ રિફ્લક્સ થાય છે અને એસિડિટીની સમસ્યા પણ વધી શકે છે.
તેના સિવાય પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડે છે, એવામાં લોકોને સવાલ રહે છે કોફી પીવાનો યોગ્ય સમય કયો છે? આપણે કોફીના મેક્સિમમ બેનિફિટ્સ ક્યારે મેળવી શકીએ છીએ?
એક્સપર્ટ મુજબ, એક કપ કોફીમાં લગભગ 100 મિલિગ્રામ કેફીન હોય છે, તે કોફીના પ્રકાર પર પણ આધાર રાખે છે. જ્યારે સવારે ખાલી પેટે કોફી પીઓ છો, ત્યારે તે શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધારે છે અને તમે વધુ તણાવ અનુભવી શકો છો. બીજી બાજુ, રાત્રે કોફી પીવાથી તમારી ઊંઘ પર અસર થાય છે, તે તમારા ચયાપચયને પણ અસર કરે છે.
એક્સપર્ટ મુજબ, કોફી પીવાનો યોગ્ય સમય સવારે 9:30 થી 11:00 વચ્ચેનો છે, જ્યારે તમે કોફી પીવાના મહત્તમ ફાયદા મેળવી શકો છો. આ સમયે, કોર્ટિસોલ લેવલ ઓછું હોય છે અને કેફીન શરીર પર ઓછી અસર કરે છે. જો તમે ઈચ્છો તો બપોરે 2-3 વાગ્યાની વચ્ચે એક કપ કોફી પી શકો છો જેથી બપોરનો થાક દૂર થાય.
જ્યારે વાત આવે છે કે એક દિવસમાં કેટલી કોફી પી શકીએ? તો એફડીઆઈ મુજબ, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 400 મિલિગ્રામથી વધુ કેફિનનું સેવન ના કરવું જોઈએ. સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન માત્ર 200 મિલિગ્રામ કેફિન લેવું જોઈએ. આ કેફિન માત્ર કોફી માથઈ જ નહીં પણ ચા, ચોકલ્ટ, સોડા, એનર્જી ડ્રિંક્સ અને અન્ય પ્રોડક્ટમાંથી પણ મળે છે. આવામાં તમે ડિવસમાં એકથી બે કપ કોફી પી શકો છો.
#CoffeeTiming #BestTimeToDrinkCoffee #HealthTips #CoffeeBenefits #CaffeineConsumption #MorningCoffee #DigestiveHealth #AcidReflux #CoffeeAndHealth #OptimalCoffeeTime #CaffeineEffects #HealthyHabits #CoffeeTips #AvoidAcidReflux #CaffeineGuidelines #DailyCaffeineLimit #CoffeeRoutine #MorningRoutine #HealthyLifestyle #CoffeeAdvice