Site icon Revoi.in

જાણો PM મોદી, ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ક્યાંથી કરશે મતદાન ?

Social Share

અમદાવાદઃ આવતીકાલે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદ ખાતે મતદાન કરશે. રાણીપની નિશાન સ્કુલ ખાતે મોદી સવારે 7.30 વાગ્યે મતદાન કરશે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તમામ સેન્ટરો પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે. ડિસ્પેચ સેન્ટરો પરથી આજે વહેલી સવારથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે.

આવતીકાલે 7 મેના રોજ થશે, જ્યારે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 25 બેઠકો પર મતદાન થવાનું છે, સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 મેના રોજ અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.

મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી રાતે ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગે અમદાવાદ એરપોર્ટ આવશે. આવતીકાલે સવારે વડાપ્રધાન મોદી 7:30 વાગે અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાર છે, જે ગાંધીનગર લોકસભા મતવિસ્તારનો ભાગ છે. ગાંધીનગર બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છે.

મહત્ત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે મતદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે.