Site icon Revoi.in

મૃત્યુ પછી આત્મા કયાં જાય છે, કઇ રીતે તેની ગતિ નક્કી થાય છે, આ અંગે ગરુડ પુરાણ શું કહે છે તે જાણો

Social Share

ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવવામાં આવી છે.હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે. આ પાઠ સ્વજનના મૃત્યુ પછી તેમના પરિવારજનો બ્રાહ્મણ પાસે કરાવતા હોય છે, જેથી આત્માને મોક્ષ મળે.

મૃત્યુ પછીના રહસ્યોનો ઉલ્લેખ

ગરુણ પુરાણમાં જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જણાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણના દેવતા વિષ્ણુજી છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે મૃત્યુ પછી શરીર બળીને રાખ થઈ જાય છે અને આત્મા યમરાજ પાસે જાય છે. યમરાજને મૃત્યુના દેવતા કહેવામાં આવે છે. યમલોકમાં યમરાજ વ્યક્તિના કાર્યોના આધારે ન્યાય કરે છે. ખરાબ કર્મ કરનારની આત્માને નરકની યાતનાઓ ભોગવવી પડે છે.

આત્મા સૌથી પહેલા યમલોકમાં જાય છે

ગરુડ પુરાણ અનુસાર જ્યારે કોઈ આત્મા શરીર છોડી દે છે, ત્યારે તે સૌથી પહેલા યમલોકમાં જાય છે. યમલોકના દેવતા યમરાજ આત્માને 24 કલાક રાખે છે અને વ્યક્તિના કર્મો બતાવવામાં આવે છે.24 કલાક પછી આત્માને ફરીથી 13 દિવસ માટે તેના સંબંધીઓ પાસે મોકલવામાં આવે છે. 13 દિવસ પછી યમલોકના માર્ગ પર આત્મા ત્રણ માર્ગો શોધે છે – સ્વર્ગ, નરક અને પિતૃલોક.

જે સત્કર્મ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ

વ્યક્તિના કર્મોના આધારે વ્યક્તિનો આત્મા આ ત્રણેય લોકમાંથી કોઈ એકમાં રહે છે. ગરુડ પુરાણ અનુસાર, માણસના કાર્યો તેના પુનર્જન્મને નિર્ધારિત કરે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં સત્કર્મ કરે છે તે સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે.

જે વ્યક્તિ તેના જીવનમાં ફક્ત પાપ કરે છે તેની આત્માને નરકમાં મોકલવામાં આવે છે. નરકમાં જનાર આત્માઓને નરકમાં યાતનાઓ ભોગવવી પડે છે. એટલા માટે સારા કાર્યો કરો, ન તો ખરાબ ઈચ્છો, ન વિચારો કે કોઈનું ખરાબ બોલો. માણસે દુષ્ટતાનું પરિણામ ભલે તરત ન ભોગવવું પડે, પરંતુ તેનો સમય આવ્યે ચોક્કસ ભોગવવું પડે છે.