વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો
નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં એનડીએની 354 જેટલી બેઠકો જીત થઈ હતી. ત્યારે આવો જાણીએ વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને તેના પરિણામ વિશે…
ભારતને અંગ્રેજોની ગુલામીથી વર્ષ 1947માં આઝાદી મળી હતી અને દેશમાં પ્રથમવાર વર્ષ 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. વર્ષ 1952માં 489 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણી પૈકી કોંગ્રેસનો 364, વામપંથીઓ 27, સમાજવાદી 12 અને જનસંધનો 3 બેઠક ઉપર વિજ્ય થયો હતો. આવી જ રીતે પાંચ વર્ષ બાદ 1957માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 494 બેઠકો યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો 371, વામપંથીઓનો 27, પ્રજા સમાજવાદીનો 19 અને જનસંઘનો 4 બેઠક ઉપર વિજ્ય થયો હતો. વર્ષ 1962માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો 361, વામપંથીનો 29, પ્રજા સમાજવાદીનો 12 તથા જનસંઘનો 14 બેઠક ઉપર વિજય થયો હતો. વર્ષ 1967માં 520 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જે પૈકી કોંગ્રેસનો 283, જનસંઘનો 35, સીપીઆઈનો 23, સીપીએમનો 19 અને પ્રજા સમાજવાદી પાર્ટીનો 13 બેઠક ઉપર વિજય થયો હતો.
વર્ષ 1971માં 518 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસની 352, સીપીએમની 25, સીપીઆઈની 24, ડીએમકેની 23 અને જનસંઘની 21 બેઠક ઉપર જીત થઈ હતી. 1977માં 542 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જનતા પાર્ટીનો 298, કોંગ્રેસનો 154, સીપીએમનો 22 અને સીપીઆઇનો 7 બેઠક ઉપર વિજય થયો હતો. 1980માં 542 બેઠક ઉપર મતદાન યોજાયું હતું. જેમાં કોંગ્રેસનો 352 બેઠક, જનતા (સેક્યુલર)નો 41, સીપીઆઈનો 11 અને ડીએમકેનો 16 બેઠક ઉપર વિજ્ય થયો હતો. વર્ષ 1984માં યોજાયેલી ચૂંટણીમાં 543 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જે પૈકી 415 બેઠક ઉપર કોંગ્રેસ, 28 બેઠક ઉપર ટીડીપી, 22 બેઠક ઉપર સીપીએમ, 6 ઉપર સીપીઆઈ, 10 ઉપર નજાત અને બે બેઠક ઉપર ભાજપની જીત થઈ હતી.
વર્ષ 1989થી 543 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 1989માં 543 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની 197, જનતા દળની 141, ભાજપાની 86, સીપીએમની 32, સીપીઆઈની 12 અને ટીડીપીની 2 બેઠક ઉપર જીત થઈ હતી. વર્ષ 1991માં કોંગ્રેસની 232, ભાજપાની 119, જનતાધલની 59, સીપીએમની 35, સીપીઆઈની 13 અને ટીડીપીની 13 બેઠક ઉપર જીત થઈ હતી. વર્ષ 1996માં ભાજપાની 161, કોંગ્રેસની 140, જનતાદળની 46, સીપીએમની 32, સમાજવાદી પાર્ટીની 17, ટીડીપીની 16, સીપીઆઈની 12 અને બસપાની 11 બેઠક ઉપર જીત થઈ હતી.
વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાની 182, કોંગ્રેસની 141, સીપીએણની 32, સમાજવાદી પાર્ટીની 20, ટીડીપીની 12, સીપીઆઈની 9 અને બસપાની 5 બેઠક ઉપર જીત થઈ હતી. વર્ષ 1999માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપાનો 182, કોંગ્રેસનો 114, સીપીએણનો 33, ટીડીપીનો 29, સમાજવાદી પાર્ટીનો 26, સબપાનો 14 અને સીપીઆઈનો 4 બેઠક ઉપર વિજય થયો હતો. વર્ષ 2004માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો 145, ભાજપનો 138, સીપીએમનો 43, સમાજવાદી પાર્ટીનો 36, બસપાનો 19, શિવસેનાનો 12 અને સીપીઆઈનો 10 બેઠક ઉપર વિજય થયો હતો. વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની 206, ભાજપાની 116, આરજેડીની 24, સમાજવાદી પાર્ટીની 23, બસપાની 21, સીપીએમની 16, શિવસેનાની 11, ટીડીપીની 6, સીપીઆઈની 4 બેઠક ઉપર જીત થઈ હતી.
વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી હતી. વર્ષ 2014માં ભાજપાનો 282, કોંગ્રેસનો 44, એઆઈડીએમકે નો 37, ટીએમસીનો 34, બિજુ જનતાદળનો 20, શિવસેનાનો 18, ટીડીપીનો 16, ટીઆરએસનો 11, સીપીઆઈ(એમ)નો 9, સમાજવાદી પાર્ટીનો 5 અને સીપીઆઈનો 1 બેઠક ઉપર વિજ્ય થયો હતો. વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપાને સૌથી વધારે 303 બેઠક ઉપર વિજય થયો હતો. ભાજપાની આગેવાની હેઠક એનડીએની 354, યુપીએનો 91, તૃણમુલ કોંગ્રેસનો 22 વિજ્ય થયો હતો. જ્યારે અન્યનો 74 જેટલી બેઠકો ઉપર વિજય થયો હતો.