સામાન્ય રીતે ડોક્ટર્સ ઘણા લોકોને નમક ખાવાની મનાઈ કરતા હોય છે ખાઈ કરીને બ્લડ પ્રેશર જેનું હાઈ રેહતું હોય તેને ગર્ભઘારણ કરેલી સ્ત્રીઓને વગેરે લોકોને મીઠુ ખાવાની ના જ કહેવામાં આવે છએ નમક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
એક જાણકારી પ્રમાણે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે, તંદુરસ્ત લોકો માટે દરરોજ 5 ગ્રામ (લગભગ એક ચમચી જેટલું) મીઠું લેવાની ભલામણ કરવામાં આવી છે આહારમાં લેવામાં આવતું મીઠું 90 ટકા સોડિયમ પ્રદાન કરે છેવધુ પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર વધે છે
આ સાથે જ આજકાલ પ્રેગનેન્સીમાં ઘણા પ્રોબલેમ્સ આવતા હોય છે આવી સ્થિતિમાં જો કોઈ પણ સ્ત્રીએ ગર્ભ ઘારણ કર્યો હોય તો તેણે પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો વાત કરીએ મીઠી વસ્તુની તો ગર્ભાવસ્થા દરમિયાન બને ત્યા સુધી મીઠુ ખાવાનું ટાળવું જોઈએ.
વધારે પડતું મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી, મીઠાના પ્રકારને પસંદ કરવા કરતાં વધુ મહત્ત્વનું તેની માત્રાને નિયંત્રિત કરવાનું છે. અન્ય કરતાં ઓછું સોડિયમ ધરાવતું મીઠુ પસંદ કરીને આપણે વાનગીઓમાં ઓછુ જ નાખવું જોઈએ અને જો કોઈને ઉપરથી મીઠુ નાખીને જમવાની આદત હોય તો તે ભૂલી જવી જોઈએ.
આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે મીઠું માત્ર આપણે રસોઈમાં ઉપરથી જ નથી ભભરાવતા. મીઠાથી ભરપૂર એવાં ઉત્પાદનો પણ છે કે જેમનો આપણે વધુ ઉપયોગ કરીએ તો તે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.