દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલ ફોનનો વપરાશ વધવાની સાથે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. હવે સામાન્ય રીતે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ ફોન જોવા મળે છે. જો કે, કેટલીકવાર મહત્વના કામ વખતે મોબાઈલ ફોનની બેટરી ઉતરી જાય ત્યારે ભારે હાલાકી ઉભી થાય છે. સૌથી વધારે ટ્રેનમાં લાંબા સમયની મુસાફરીમાં મોબાઈલ ફોનની બેટરી ઉતરી જવાની મુસાફરો ફરિયાદ કરે છે. ટ્રેનમાં મોબાઈલ ફોનના ચાર્જિંગ માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા પોઈન્ટ લગાવવામાં આવ્યાં છે. ત્યારે ટ્રેનમાં મુસાફરી વખતે મોબાઈલ ફોનની બેટરી કેમ ઝડપથી ખતમ ના થાય તે માટે શું કરવું તે જાણો…
આવું થવાનું પ્રથમ કારણ નેટવર્ક સર્ચ છે. જ્યારે પણ આપણે બીજા વિસ્તારમાં જઈએ છીએ, ત્યારે આપણા ફોનનો નેટવર્ક ઝોન બદલાઈ જાય છે. આપ બસ કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ, લાંબી મુસાફરી દરમિયાન વિસ્તારો સતત બદલાતા રહે છે. જ્યારે ઝોન સતત બદલાય છે અને તેના કારણે ફોન નેટવર્ક સતત બદલાય છે. નેટવર્ક સર્ચને કારણે ફોનની બેટરી ઝડપથી ઓછી થવા લાગે છે. બેટરી ખતમ થવાનું બીજું કારણ જીપીએસ છે. આ બીજું કારણ પણ નેટવર્ક સાથે જોડાયેલું છે. ફોન પર કંઈપણ શોધવા માટે ઈન્ટરનેટ જરૂરી છે. જો તમારા ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા રહો છો તો ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. નેટવર્ક ઝોન પ્રમાણે બદલાય છે અને પછી ઈન્ટરનેટ ડેટાના વપરાશ સાથે, બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે. ઉપરાંત, જો તમે મુસાફરી દરમિયાન જીપીએસનો ઉપયોગ કરો છો, તો બેટરી ઝડપથી ઓછી થઈ જશે.
જાણકારોના મતે ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો બને તો ઉન્ટરનેટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ટ્રેનની મુસાફરી વખતે જીપીએસનો ઉપયોગ ન કરવો જોઈએ. જેથી મોબાઈલ ફોનની બેટરી થોડો લાંબો સમય ચાલશે.