નવી દિલ્હીઃ ઘણીવાર આપણે વિદેશમાં જઈએ છીએ અથવા ટીવી પર જોઈએ છીએ કે કેટલાક દેશોમાં વાહનો રસ્તાની જમણી બાજુ દોડે છે, જ્યારે તેમનું સ્ટિયરિંગ ડાબી બાજુએ હોય છે. તેનાથી વિપરિત, ભારતમાં વાહનો રોડની ડાબી બાજુએ ચાલે છે, પરંતુ તેમનું સ્ટીયરિંગ તેની વિરુદ્ધ જમણી બાજુએ હોય છે. બ્રિટન સહિત અનેક દેશમાં ડાબી બાજુ વાહન હંકારમાં આવે છે. ભારતમાં 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું છે, જેથી ભારતમાં પણ ડાબી બાજુ વાહન હંકારવામાં આવે છે.
મળતી માહિતી મુજબ, હાલમાં વિશ્વના લગભગ 163 દેશોમાં રસ્તા પર વાહનો જમણી તરફ ચલાવવો નિયમ છે. જ્યારે 76 દેશોમાં રસ્તાની ડાબી બાજુએ વાહન ચાલવાનો નિયમ લાગુ છે. યુરોપના તમામ દેશોમાં (બ્રિટન, આયર્લેન્ડ, માલ્ટા અને સાયપ્રસ સિવાય) રોડની જમણી બાજુએ વાહન ચલાવવાનો નિયમ છે. 18મી સદીમાં જમણી બાજુની ડ્રાઇવ રજૂ કરવામાં આવી
એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા રસ્તાની ડાબી બાજુએ ચાલવાનો નિયમ ચાલતો હતો. પરંતુ રસ્તાઓની જમણી બાજુએ ચાલવાનું સૌ પ્રથમ 18મી સદીમાં શરૂ થયું હતું. રોમન સામ્રાજ્યમાં રસ્તાઓની ડાબી બાજુએ ચાલવાનો નિયમ હતો.
18મી સદીમાં અમેરિકામાં ટીમસ્ટર્સ (મોટી ઘોડા-ગાડી)ની શરૂઆત થઈ હતી. જેને ઘણા ઘોડાઓ ખેંચતા હતા. તેનો ડ્રાઈવર ડાબી બાજુએ બેસીને જમણા હાથે ચાબુક વડે તમામ ઘોડાઓને કાબૂમાં રાખતો હતો. આ કારણ અમેરિકામાં રસ્તાની ડાબી બાજુએ ચાલવાના નિયમનું કારણ બન્યું. જેના કારણે રસ્તા પર ચાલવાનો નિયમ બદલીને તેને જમણી બાજુએ કરવામાં આવ્યો હતો. આ નિયમ સૌપ્રથમ 1792માં અમેરિકામાં લાગુ કરવામાં આવ્યો હતો.
યુકેમાં ટીમસ્ટર્સ ક્યારેય ચલાવવામાં આવ્યા નથી, અને તેથી બ્રિટનમાં રસ્તાના નિયમો બદલવાની કોઈ જરૂર નહોતી. 1756 માં, ઇંગ્લેન્ડે ડાબી બાજુએ ચાલવાના નિયમને કાનૂની સ્વરૂપ આપ્યું હતું. બ્રિટને લગભગ બે સદીઓ સુધી ભારત પર શાસન કર્યું. જેનું કારણ ભારતમાં રોડની ડાબી બાજુએ ચાલવાનો નિયમ હોવાનું કહેવાય છે.