હોલિવૂડની અભિનેત્રીની આ પેઈન્ટિંગની કિંમત જાણીને તમારા ઉડી જશે હોંશ – 20મી સદીનું આ ચિત્ર 1500 કરોડમાં વેચાયું
- આ છે વિશ્વની મોંધી પેઈન્ડિંગ
- 20 સદીની આ પેઈન્ટિંગ 1500 કરોડમાં વેચાઈ
આપણે વિશ્વભરમાં એવનવી એજાયબીઓ જોતા હોઈS છીએ કે સાંભળતા હોઈએ છીએ, આજે એવી જ એક વાત કરીશું 20મી સદીના પેઈન્ટિંગ વિશેની જેની કિમંત એક હજાર કે 10 હજાર નહી પરંતુ હજારો કરોડમાં છે.વાત છે હોલીવુડની સૌથી લોકપ્રિય અમેરિકન અભિનેત્રી મર્લિન મુનરોની
અભિનેત્રીની આ આઇકોનિક પેઇન્ટિંગ “શોટ સેજ બ્લુ મેરિલીન” સોમવારે ક્રિસ્ટીઝ ખાતે રૂ. 1,500 કરોડમાં હરાજી કરવામાં આવી હતી. આટલીમોંધી કિંમત સાથે, તે કોઈપણ જાહેર હરાજીમાં વેચવામાં આવતી કલાનો સૌથી મોંઘો નમૂનો બની ગયો છે. આ પેઇન્ટિંગ મનરોના મૃત્યુના બે વર્ષ પછી 1964માં બનાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કે મર્લિનનું મૃત્યુ ઓગસ્ટ 1962માં માત્ર 36 વર્ષની ઉંમરે ડ્રગના ઓવરડોઝને કારણે થયું હતું. અભિનેત્રીના મૃત્યુ પછી, એન્ડી વોરહોલે સિલ્ક સ્ક્રીન બનાવવાનું શરૂ કર્યું. વર્ષ 1964 સુધીમાં, એન્ડીએ મર્લિનના પાંચ ચિત્રો બનાવ્યા હતા, જે વિવિધ રંગીન પૃષ્ઠભૂમિ પર બનાવવામાં આવ્યા હતા.
આ 20મી સદીની આટલી મોંઘી વેચાતી પ્રથમ પેઇન્ટિંગ બની છે. આ પહેલા વર્ષ 2015માં પાબ્લો પિકાસોની “વુમન ઓફ અલ્જિયર્સ” પેઈન્ટિંગ લગભગ 1300 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.ક્રિસ્ટીઝે એક નિવેદનમાં પેઇન્ટિંગને તેમની સૌથી ઉત્કૃષ્ટ છબીઓમાંની એક તરીકે વર્ણવ્યું હતું. ક્રિસ્ટીના આર્ટ ચીફ એલેક્સ રોટરે મેર્લિન મનરોની પેઇન્ટિંગને “હરાજી માટે રજૂ કરવામાં આવેલી 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ પેઇન્ટિંગ” ગણાવી હતી.