- વાળને કાળા કરવા હોય તો જાણીલો ઉપાય
- કુદરતી રીતે વાળ બને છે કાળા
આજકાલ તમે જોયું હશે કે નાના નાના બાળકોના વાળ પણ સફેદ થી રહ્યા છએ તેનું મુખ્ય કારણ છે ખોરાક, આજકાલ બહારનું જંક ફૂડ અને વધુ પડતા મરી મસાલા ખાવાથી તેની સીધી અસર વાળ પર પહોંચે છએ તો સાથે જ કેમિકલ યુક્ત શેમ્પૂ વારંવાર વાળમાં જાય છે તેની પણ અસર થાય છે તો આજે નાની વયે થયેલા સફએદ વાળને કઈ રીતે કાળા કરી શકાય તેના ઉપાચ જોઈશું જે ખૂબજ ઓછા ખર્ચાળ હોવાની સાથે સાથે કુદરતી પણ છે.
નારિયેળ તેલ
આપણે આજકાલ બાળકોના માથામાં સુંદઘી તેલ નાખતા થયા છે જો કે કુદરતી રીતે બનેલું નારિયેળ તેલ વાપરવું જોઈએ જે વાળને કાળા ઘધટ્ટ બનાવે છે જેથી નારિયેળ તેલ લગાવવાથી વાળને કાળા કરી શકાય છે.
એલોવેરા
એલોવેરાનો પલ્લ વાળમાં લગાવવાથી વાળ કાળા બને છે. આ સાથે જ વાળનો ગ્રોથ વધારવામાં એલસોવેરા મદદરુપ સાબિત થાય છે.
અરિઠા
જો તમે શેમ્પૂથી વાળ ઘોવ છો અને તમારા વાળ પહેલાથી જ સફેદ છે તો તે વધુ સફેદ થી શકે છે આ માટે તમે શેમ્પૂનો યૂઝ ટાળો આ માટે રાત્રે અરિઠાને પાણીમાં પલાળી દો અને સવારે આ પાણી વડે વાળ ઘોવાનું રાખો જે કુદરતી હોવાથી વાળને નુકશાન નહી કરે અને વાળને કાળા કરે છે.
આમળા
લીલા આમળાને પીસીને તેની પેસ્ટ મહિનામાં 5 થી 6 વખત લગાવાનું રાખઓ જો સિઝન નહી હોય અને આમળા નથી મળતા તો તમે આમળાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.
ભૃંગરાજ
આ એક લીલી વનસ્પતિ છે તેના પાનને પીસીને વાળમાં લગાવવામાં આવે તો વાળ સફેદ થતા અટકે છે અને કુદરતી રીતે વાળ કાળા થાય છે.