કોહલી ટૂંક સમયમાં મોટી ઇનિંગ્સ રમશેઃ રોહિત શર્મા
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી કોલકાતામાં T20 સિરીઝ રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. રોહિતે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મ વિશે પણ વાત કરી. તેણે કોહલીના ખરાબ ફોર્મ સાથે જોડાયેલી ચિંતાઓને ફગાવી દીધી અને કહ્યું કે જો તેની સાથે જોડાયેલી બાબતો બંધ થઈ જશે તો બધું જ સારું થઈ જશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 મેચ પહેલા, જ્યારે રોહિતને કોહલીની મોટી સ્કોર કરવામાં નિષ્ફળતા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું, કે કોહલી કોઈપણ પ્રકારના દબાણમાં નથી અને ટૂંક સમયમાં જ મોટી ઇનિંગ રમશે. જ્યારે કોહલીના ફોર્મ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રોહિતે કહ્યું, “તે ખૂબ જ સારી સ્થિતિમાં છે અને એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ટીમનો ભાગ છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એટલો સમય વિતાવ્યો છે કે તે જાણે છે કે દબાણની પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો.
તેણે કહ્યું, “તેથી જ મને લાગે છે કે બધું તમારાથી શરૂ થાય છે. જો તમે લોકો થોડો સમય શાંત રહી શકશો તો બધુ ઠીક થઈ જશે. કોહલી ઘણા સમયથી સદી ફટકારી શક્યો નથી. આ સિવાય તેણે લાંબા સમયથી કોઈ મોટી ઇનિંગ્સ રમી નથી. જેના કારણે તેના ફોર્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.
(Photo-File)