કોલકાતા કેસઃ સીબીઆઈને આરોપી સામે મજબુત પુરાવા મળ્યાં
- હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં આરોપી થયો હતો કેદ
- સીબીઆઈની તપાસમાં આરોપીએ કરી ગુનાની કબુલાત
કોલકાતાઃ આરજી કાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટરના બળાત્કાર-હત્યા કેસનો મુખ્ય આરોપી સંજય રોય ઈયરફોન સાથે ક્રાઇમ સીન પર જોવા મળ્યો હતો. આ અંગેના સીસીટીવી ફુજેટ સીબીઆઈને મળી આવ્યાં હતા. સંજય રોયના આ ફૂટેજ સેમિનાર રૂમની નજીકના છે. આરોપીના ગળામાં બ્લૂટૂથ ઈયરફોન પણ દેખાય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના આ સીસીટીવી ફૂટેજ અને બ્લૂટૂથના આધારે કોલકાતા પોલીસે સંજય રોયની અટકાયત કરી હતી અને તેની પૂછપરછ કરી હતી. જે બાદ સંજય રોયે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં સંજય રોય સીબીઆઈની કસ્ટડીમાં છે. CBI તેમનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે.
દરમિયાન CBIએ શુક્રવારે સંજય રોયને સિયાલદહ કોર્ટમાં રજૂ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે મેજિસ્ટ્રેટે તેને પૂછ્યું કે તે પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમતિ કેમ આપી રહ્યો છે, તો તે રડવા લાગ્યો. તેણે મેજિસ્ટ્રેટને કહ્યું, “મેં કોઈ ગુનો કર્યો નથી. મને ફસાવવામાં આવી રહ્યો છે. કદાચ પૉલિગ્રાફ ટેસ્ટથી આ સાબિત થશે.”
અહેવાલ મુજબ, આરોપી સંજય રોયની માતાએ કહ્યું, “તેણે જે કર્યું તે સમજશે. આ ઘટનામાં એક વ્યક્તિ નહીં, પરંતુ ઘણા લોકો સામેલ છે. મારા પુત્રએ કંઈ ખોટું કર્યું નથી, તે નિર્દોષ છે.” આરોપીની માતાએ જણાવ્યું કે તેના પુત્રએ માત્ર એક જ લગ્ન કર્યા છે, તેણે ચાર લગ્ન કર્યા નથી.
જ્યાં સંજય રોયની માતા રહે છે, તેની મોટી બહેન પણ નજીકમાં રહે છે. તેણે જણાવ્યું કે સંજયના બે લગ્ન થયા હતા. તેણે કહ્યું કે તેને ટીવી દ્વારા રેપ અને મર્ડર કેસની માહિતી મળી. આરોપીની બહેને કહ્યું કે જો તેણે કંઈ ખોટું કર્યું છે તો તેને સજા મળવી જોઈએ.
#KolkataCase #CBI #StrongEvidence #Accused #Investigation #Crime #Justice #LawAndOrder #KolkataNews #CBIInvestigation #EvidenceFound #CaseUpdate #KolkataPolice #CentralBureauOfInvestigation