- સંદીપ ઘોષના પરિચીતો ઉપર દરોડાનો દોર
- હોસ્પિટલમાં ઉપકરણ પુરી પાડતી સંસ્થામાં તપાસ
કોલકાતાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ ગુરુવારે કોલકાતાની RG કાર હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ આચાર્ય સંદીપ ઘોષના નજીકના લોકોના ઘર અને ઓફિસો પર દરોડા પાડ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, EDના અધિકારીઓએ કોલકાતાના તાલા વિસ્તારમાં ચંદન લોહયાના ફ્લેટ અને કાલિંદીમાં તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. EDની અન્ય ટીમે ઉત્તર 24 પરગણા જિલ્લામાં ચિનાર પાર્કમાં ઘોષના પૈતૃક ઘર પર પણ દરોડા પાડ્યા હતા. અધિકારીઓ લોહયા અને તેની પત્નીની પૂછપરછ હાથ ધરી હતી. ઘોષે તેમને ટેન્ડર આપવામાં મદદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “EDની બીજી ટીમ પણ આરજી કાર હોસ્પિટલમાં ઉપકરણ પુરા પાડતી સંસ્થાની ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરી હતી. સરકારી હોસ્પિટલ અને સંસ્થા વચ્ચે કેટલાક શંકાસ્પદ વ્યવહારો થયાનું જાણવા મળે છે, EDની સાથે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) પણ સરકારી હોસ્પિટલમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. સીબીઆઈએ આ કેસમાં ઘોષ અને તેના ત્રણ સહયોગીની ધરપકડ કરી હતી.