Site icon Revoi.in

આ શહેરમાં જો તમે  હેલ્મેટ નહી પહેરો તો તમને નહી મળે પેટ્રોલ – 8 ડિસેમ્બરથી આ નિયમ અમલી બનશે

Social Share

કોલકાતાઃ- કોલકાતા પોલીસે હેલ્મેટ નહી તો પેટ્રોલ નહીં .. મા નિયમો ફરીથી લાગુ કરવાની યોજના બનાવી છે. આ નિયમ 8 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવશે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ નિયમ હેઠળ પેટ્રોલ પંપ ઓપરેટરોને હેલ્મેટ પહેર્યા વિના બાઇક સવારોને પેટ્રોલ ન પવા જણાવાવયું છે,  . તેમણે જણાવ્યું હતું કે આ નિયમ 8 ડિસેમ્બરથી અમલમાં મૂકવામાં આવશે અને આવનારા 60 દિવસ સુધી આ નિયમ સતત ચાલુ રહેશે.

આ બાબતે કોલકાતા પોલીસ કમિશ્નર અનુજ શર્માએ આ આદેશ જારી કર્યો છે, તેમણે કહ્યું કે, કેટલીક વખત જોવા મળ્યું છે કે,લોકો બાઈક પર વગર હેલ્મેટે મુસાફરી કરી રહ્યા છે, આ સાથે જ તેની પાછળ બેસનાર વ્યક્તિ પણ હેલમેટ પહેરતો નથી,જે નિયમોનું ઉલ્લંઘન કહી શકાય આ સાથે જ એક્સિડન્ટનો ભય રહે છે.

ટ્રાફીક નિયમોના પાલન માટે આવા પગલા જરુરી

કોલકાતા પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવાથી અકસ્માત થવાની સંભાવના વધુ હોય છે. આવી સ્થિતિમાં, આ આદેશ જારી કરવામાં આવી રહ્યો છે, જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવી શકાય. પોલીસ કમિશનરનું  અંગે કહેવું છે કે ટ્રાફિક કાયદાઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવા કડક પગલા ભરવા જરૂરી છે.

બાઈક સવારની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ પહેરવું પડશે હેલ્મેટ

આ નિયમ કોલકાતા શહેરના દરેક પેટ્રોલ પંપ પર લાગુ કરવામાં આવ્યો છે.જેથી કરીને કોઈ પણ બાઈક ચાલક જો હેલ્મેટ વગર પેટ્રોલ પુરાવવા આવશે તો તેમને પેટ્રોલ આપવાની સાફ ના કહી દેવાશે, આ સાથે જ બાઈક સવારની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું જ પડશે, જે લોકો દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તેમના સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લખનીય છે કે વર્ષ 2016મા પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરીથી આ નિયમ લાગુ કરાશે.

સાહિન-