Site icon Revoi.in

કોરોનાના કારણે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ 

Social Share

કોલકાતા:કોરોના કેસમાં વધારો થયા બાદ બંગાળ સરકારે 7 જાન્યુઆરીથી યોજાનારા 27મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે જ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાની જાહેરાત કરી હતી,પરંતુ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ અને ધારાસભ્ય રાજ ​​ચક્રવર્તી અને તેમની પત્ની શુભશ્રીને કોરોનાનો ચેપ લાગ્યા બાદ બંગાળ સરકારે ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. આ સાથે ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય આયોજકોમાંથી એક પરમવ્રત ચટ્ટોપાધ્યાય પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

માહિતી અને સંસ્કૃતિ મંત્રી ઈન્દ્રનીલ સેન, આ જ વિભાગના મહાસચિવ શાંતનુ બસુ, અનન્યા ચેટર્જી, નંદન તરફથી મિત્રા ચેટર્જી અને સંચાલન કમિટીના નાયરંજન ચેટર્જીએ મંગળવારે જણાવ્યું હતું કે,ફેસ્ટિવલનું ઉદ્ઘાટન 7 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.મમતા બેનર્જીની હાજરીમાં કરવામાં આવશે. બુદ્ધદેવ દાસગુપ્તા, દિલીપ કુમાર, જીન-પોલ બેલમંડ, જીન-ક્લાઉડ કેરિયર, સ્વાતિ લેખા સેનગુપ્તા અને સુમિત્રાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

નેતાજીની 125મી જન્મજયંતિ પર રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. 21 જાન્યુઆરીએ મહાજાતિ સદનમાં એક કાર્યક્રમની વાત હતી. જો કે ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. કહેવામાં આવ્યું હતું કે,કોરોનાનો પ્રકોપ ઓછો થયા બાદ નેતાજીની 125મી જન્મજયંતિના અંતે આ કાર્યક્રમ કરી શકાય છે. અહીં, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, હાલમાં વિધાનસભાની તમામ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ યોજવામાં આવી રહી નથી. સ્પીકર વિમન બેનર્જીએ કહ્યું કે, ધારાસભ્યોનો શૈક્ષણિક પ્રવાસ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. .