Site icon Revoi.in

કોલકાતાઃ મહિલા તબીબ કેસના આરોપી સંજ્ય રાયનો નાર્કો ટેસ્ટ કરાવાશે

Social Share

નવી દિલ્હીઃ સીબીઆઈ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં બળાત્કાર અને હત્યા કેસના આરોપી સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરશે. કોર્ટે આ મામલે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ આ સંબંધમાં જરૂરી પરવાનગી માટે સિયાલદહ કોર્ટમાં અરજી કરી હતી, આજે કોર્ટે સંજય રાયનો નાર્કો ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દીધી છે. આ ટેસ્ટ દ્વારા સીબીઆઈ એ જોવા માંગે છે કે નાર્કો અને પોલીગ્રાફમાં આરોપીએ જે કહ્યું તેમાં કોઈ મેળ છે કે કેમ. અધિકારીઓ આ ઘટનામાં સંજયની સંડોવણી વિશે ખાતરી કરવા માંગે છે. એઈમ્સ અને નિષ્ણાતોનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

નાર્કો ટેસ્ટમાં વ્યક્તિને કેટલીક દવાઓ આપવામાં આવે છે, જેના પછી તે વ્યક્તિ આંશિક રીતે બેભાન અવસ્થામાં જાય છે. આ પછી, વ્યક્તિ પાસેથી છુપાયેલી માહિતી કાઢવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તે લોકો પર અજમાવવામાં આવે છે જેઓ નિયમિત પૂછપરછ દરમિયાન સહકાર આપવા તૈયાર નથી. જટિલ કેસોને ઉકેલવા અને મહત્વપૂર્ણ કડીઓ બહાર કાઢવા માટે નારકોએનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે. આ પહેલા સીબીઆઈના અધિકારીઓએ સંજય રોયના દાંતના નિશાનના સેમ્પલ લીધા હતા. આ દરમિયાન અધિકારીઓએ કહ્યું હતું કે મહિલાના શરીર પર કરડવાના નિશાન જોવા મળ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ છે. અમે તેમને આરોપીના દાંતના નિશાન સાથે મેચ કરવા માંગીએ છીએ.