કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની સીબીઆઈ દ્વારા શિલોન્ગમાં કરોડો રૂપિયાના સારદા ચિટફંડ ગોટાળા મામલે પૂછપરછ હાથ ધરાઈ છે. બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે તેમને તપાસ એજન્સીને સંપૂર્ણ સહયોગ આપવાના નિર્દેશ આપ્યા હતા. કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમાર શુક્રવારે જ મેઘાલયના પાટનગર શિલોન્ગ પહોંચ્યા હતા. રાજીવ કુમારની સાથે કોલકત્તા પોલીસના અન્ય ત્રણ આઈપીએસ અધિકારીઓ પણ અહીં આવ્યા છે.
સીબીઆઈએ ટીએમસનીના ભૂતપૂર્વ સાંસદ કુણાલ ઘોષને પૂછપરછ માટે દશમી ફેબ્રુઆરીએ શિલોન્ગક બોલાવ્યા છે. અધિકારીઓનું કહેવું છેકે સીબીઆઈ 1989ની બેચના આઈપીએસ અધિકારી રાજીવ કુમાર સાથે એટલા માટે પૂછપરછ કરવા ચાહે છે, કારણ કે તેઓ સારદા અને અન્ય પોન્જી સ્કીમના મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમના પ્રમુખ હતા.
અધિકારીઓએ કોલકત્તામાં જણાવ્યું છે કે સીબીઆઈ ઘોષ દ્વારા ઈડીને લખવામાં આવેલા 91 પૃષ્ઠોના પત્રને આધાર બનાવી રહીછે. જેમાં પોન્જી સ્કીમની તપાસમાં રાજીવ કુમારની ભૂમિકાનું વિગતવાર વિવરણ છે. કુણાલ ઘોષને ટીએમસીએ પક્ષમાંથી હાંકી કાઢયા હતા. રાજીવ કુમાર સહીત કેટલાક હાઈપ્રોફાઈલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધુ વર્ક ફોર્સ ઉપલબ્ધ કરાવવા માટે સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ એકમોના દશ અધિકારીઓને 20મી ફેબ્રુઆરી સુધીમાં કોલકત્તા મોકલી રહી છે.
એક સત્તાવાર આદેશમાં જણાવવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં સ્પેશ્યલ યુનિટના પોલીસ અધિક્ષક જગરુપ એસ. ગુસિન્હા સાથે અધિક એસપી વી. એમ. મિત્તલ, સુરેન્દ્રકુમાર મલિક, ચંદર દીપ, ઉપાધિક્ષક અતુલ હજેલા, આલોકકુમાર શાહી અને પી. કે. શ્રીવાસ્તવ, નિરીક્ષક હરિશંકર ચાંદ, રિતેશ દાનહી અને સુરજીતદાસ કોલકત્તામાં તેનાત રહેશે.
જણાવવામાં આવ્યું છે કે આ અધિકારી અસ્થાયીપણે સીબીઆઈ ઈઓ-ચાર, કોલકત્તામાં તેનાત રહેશે. તેમને શુક્રવાર સુધી કોલકત્તા પહોંચવા માટે જણાવ્યું છે અને અસ્થાયીપણે તેઓ 20મી ફેબ્રુઆરી સુધી ત્યાં તેનાત રહેશે. મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે મંગળવારે કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સીબીઆઈ સમક્ષ રજૂ થાય અને તપાસમાં સંપૂર્ણપણે સહયોગ કરે.