Site icon Revoi.in

કોલકાતા ટ્રેઇની લેડી ડૉક્ટરના રેપ-મર્ડરના આરોપી સંજય રૉયનો સાઇકોલૉજિકલ ટેસ્ટ થશે

Social Share

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડરના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક તપાસ કરશે. આ સંબંધમાં, દિલ્હી સ્થિત સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના મનોવૈજ્ઞાનિક અને વર્તન પરીક્ષણ નિષ્ણાતોની એક ટીમ જરૂરી પરીક્ષણો માટે કોલકાતા પહોંચી છે. સીબીઆઈ સંજય રોયને પહેલા જ કસ્ટડીમાં લઈ ચૂકી છે.

સીબીઆઈ આરોપી સંજય રોયનો સાયકોલોજિકલ ટેસ્ટ કરશે. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના મનોવૈજ્ઞાનિકો અને વર્તન વિશ્લેષકોની એક ટીમ જરૂરી પરીક્ષણો કરવા કોલકાતા પહોંચશે. સંજય રોયની હાલ સીબીઆઈની કસ્ટડીમાં છે.

દરમિયાન આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની CBI દ્વારા ગઈ કાલે સતત બીજા દિવસે કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. CBIએ તેમને પૂછપરછ માટે ફરીથી સમન્સ જારી કર્યા છે.

દેશભરમાં તબીબોના વિરોધ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમની માંગણીઓ અંગે પગલાં લેવા જણાવ્યું છે. ડૉક્ટરો હેલ્થકેર પર્સનલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (હિંસાનો પ્રતિબંધ અને સંપત્તિને નુકસાન) બિલ, 2019, જેને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, લાગુ કરવા માગે છે.

#CBIInvestigation#PsychologicalTesting#SanjayRoyCase#ForensicScience#MedicalSafety#IMARequest#HealthcareProtection#DoctorSafety#CentralForensicLab#LegalReform